મોડાસા: ગર્ભ પરિક્ષણ કરવાના કૌભાંડનો પર્દાફાશ, રાજસ્થાન ટીમનો સપાટો

Mar 09, 2017 10:57 AM IST | Updated on: Mar 09, 2017 12:45 PM IST

મોડાસા #વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બુધવારે વિશ્વ મહિલા દિવસે બેટી બચાવો બેટી ભણાવો પર ભાર મુક્યો હતો અને સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા તાકીદ કરી હતી. એના બીજા જ દિવસે મોડાસામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગર્ભ પરીક્ષણ કરવાના કિસ્સામાં તબીબ સહિત આ કામના દલાલોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગર્ભ પરીક્ષણનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી જવા પામી છે. મોડાસામાં ચાલતા ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનના પીસીપીએનડિટી વિભાગ દ્વારા મોડાસામાંથી આ મામલે ડો. જીતેન્દ્ર સોમપુરા સહિત 2 લોકોની ધરપકડ કરી છે.

મોડાસામાં રાજસ્થાનના પરિવારોનું ગર્ભ પરીક્ષણ કરાવાતું હોવાનો પણ પર્દાફાશ થયો છે. આ મામલે રાજસ્થાનના દલાલોની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના રમેશ યાદવ, મઝીદ રહેમાન નામના બે શખ્સોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે આ બંને શખ્સો રાજસ્થાનના પરિવારોને ગર્ભ પરીક્ષણ માટે મોડાસા લાવતા હતા.

પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત ડો.જીતેન્દ્ર સોમપુરાની હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન, રાજસ્થાનના કથિત દલાલોની જીપ પણ જપ્ત કરવામાં આવી છે. સાથોસાથ ગર્ભ પરીક્ષણ માટે લેવાયેલ રૂ.20 હજાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે રાજસ્થાનના બાંસવાડા પોલીસ અને અારોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર