બંધવડ પ્રાથમિક શાળામાં ટોળાનો હુમલો, બાળકો ભયના માર્યા થથરી ઉઠ્યા

Mar 24, 2017 02:38 PM IST | Updated on: Mar 24, 2017 02:45 PM IST

રાધનપુર #રાધનપુર તાલુકાના બંધવડ ગામની પ્રાથમિક શાળામાં આજે આચાર્ય અને શિક્ષકના ઝઘડામાં ગામના કેટલાક શખ્સોએ શાળામાં હુમલો કર્યો હતો. ટોળું શાળામાં ધસી આવ્યું હતું અને તોડફોડ મચાવતાં બાળકો ડરી ગયા હતા અને ભયના માર્યા થથરી ઉઠ્યા હતા.

બંધવડ ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય અને શિક્ષક વચ્ચે કોઇ કારણોસર થયેલા ઝઘડામાં આજે ટોળું શાળામાં ધસી આવ્યું હતું. આચાર્યની તરફેણમાં શાળામાં ધસી આવેલા ટોળાએ તોડફોડ મચાવી હતી અને બાળકો સાથે પણ મારપીટ કર્યાની વિગતો સામે આવી છે.

હિચકારી આ ઘટનાને પગલે બાળકો ફફડી ઉઠ્યા હતા અને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે શાળામાં હુમલો કરનારા ટોળા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર