મહેસાણા : મૃત મરઘાં મળી આવતાં ખળભળાટ, બર્ડ ફ્લૂની દહેશતથી ફફડાટ

Feb 17, 2017 04:09 PM IST | Updated on: Feb 17, 2017 05:10 PM IST

મહેસાણા #મહેસાણા જિલ્લાના જોટાણા કલસપુર રોડ પર 100થી વધુ મરઘાં મૃત હાલતમાં ફેંકી દેવાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બર્ડફ્લૂની દહેશતને પગલે લોકોમાં ફફડાટ પ્રસરી રહ્યો છે. અહીં નોંધનિય છે કે, ગત મહિને અમદાવાદમાં બર્ડ ફ્લૂનો વાયરો ફૂંકાતાં ભયનો માહોલ સર્જાયો હતો.

બર્ડ ફ્લૂની દહેશતમાંથી અમદાવાદ બહાર આવ્યું છે ત્યાં મહેસાણા પંથકમાં બર્ડ ફ્લૂની દહેશતે ભયનો માહોલ સર્જ્યો છે. મહેસાણા જિલ્લાના જોટાણા કસલપુર રોડ પર કોઇ મરેલા મરઘા ફેંકી જતાં અનેક તર્ક વિર્તકો ઉઠવા પામ્યા છે. રસ્તાની બાજુમાં 100થી વધુ મૃત મરઘાં ફેંકી દેવાયા છે. મૃત મરઘાંને લીધે તીવ્ર વાસ સાથે ગંદકી સર્જાતાં રોગચાળાની દહેશત સેવાઇ રહી છે.

બર્ડફ્લૂની દહેશતને પગલે તંત્ર દ્વારા આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો છે અને અગમચેતીના પગલાં હાથ ધરાયાં છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર