ડીસા નગરપાલિકા: ભાજપના આ મહાશય શું કરી રહ્યા છે?

Mar 03, 2017 03:01 PM IST | Updated on: Mar 03, 2017 03:03 PM IST

ડીસા #ગુજરાત વિધાનસભા સંકુલમાં ગૃહમંત્રી સામે જૂતું ફેંકાવાની ઘટના બાદ ભાજપના એક નેતાના ચોંકાવનારા કરતૂત સામે આવ્યા છે. ડીસા નગરપાલિકાના કારોબારી ચેરમેને દાદાગીરી કરતાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં તોડફોડ કરી છે, સીસીટીવી કેમેરા તોડ્યા છે.

ડીસા નગરપાલિકાના કારોબારી ચેરમેન શશિકાંત પંડ્યાએ કોઇ કારણોસર ચીફ ઓફિસરની ચેમ્બરમાં તોડફોડ કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે જે સામે આવતાં સ્થાનિક રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે તો સત્તાધીશ ભાજપ સામે જ સવાલો ઉઠવા પામ્યા છે.

ડીસા નગરપાલિકા: ભાજપના આ મહાશય શું કરી રહ્યા છે?

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર