મહેસાણા : હનુમંત હેડુવા નજીકથી 29 પાકિસ્તાની ઝડપાયા

Jan 21, 2017 09:17 AM IST | Updated on: Jan 21, 2017 09:17 AM IST

મહેસાણા #મહેસાણા તાલુકાના હનુમંત હેડુવા ગામની સીમ નજીકથી મહિલા બાળકો સહિત 29 પાકિસ્તાની નાગરિકો ઝડપાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં આ લોકો પાસે હજુ એક મહિનો રહેવાના વીઝા હોવાનું પણ સામે આવ્યું છે.

મહેસાણા તાલુકાના હનુમંત હેડુવા ગામ લોકોએ આ અંગે પોલીસને જાણકારી આપી હતી. ગામની સીમમાં કેટલાક લોકો ખુલ્લામાં ટેન્ટ બનાવી રહેતા હોવાથી એમની હિલચાલ શંકાસ્પદ જણાતાં લોકોએ પોલીસને જાણ કરી હતી.

મહેસાણા : હનુમંત હેડુવા નજીકથી 29 પાકિસ્તાની ઝડપાયા

પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતાં મહિલાઓ, બાળકો સહિત 29 પાકિસ્તાની નાગરિકો હોવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર આ લોકો 5મી જાન્યુઆરીએ અહીં આવ્યા હોવાનું તથા હજુ એક મહિનાના વીઝા હોવાનું સામે આવ્યું છે.

આમ છતાં આ લોકો ગામની બહાર શા માટે રહેતા હતા? એ તપાસનો વિષય છે. પોલીસે આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વીઝા હોવા છતાં તેઓ ગામની સીમમાં કેમ રહેતા હતા? એ ચર્ચા અને ચિંતાનો મુદ્દો બન્યો છે.

(પ્રતિકાત્મક તસ્વીર)

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર