હિંમતનગરઃકાર-બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

Apr 01, 2017 12:15 PM IST | Updated on: Apr 01, 2017 12:29 PM IST

હિંમતનગરઃહિમતનગરના દેરોલ નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી હતી.હિમતનગર મહેસાણા હાઈવે પર આવેલ દેરોલ ગામ નજીક મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહીત ત્રણના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

બનાવ અંગેની હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને જાણ થતા પીએસઆઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહોને હિમતનગર સિવિલમાં ખસેડ્યા હતા. વિજાપુર તરફ જઈ રહેલ બાઈકને સામેથી આવતી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલક સહીત ત્રણના ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

હિંમતનગરઃકાર-બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

મૃતકના નામ

-નટવરભાઈ રત્નાભાઈ પરમાર-પેથાપુર તા.-હિંમતનગર

-ભીખાભાઈ રામાભાઈ પરમાર -રામપુર(કોટ),તા.-વિજાપુર

-મહિલાની ઓળખ થઇ નથી

સુચવેલા સમાચાર