ડીસાઃરહેણાંક મકાનમાં દેહવિક્રયનો ગોરખધંધો, રૂપલલના સાથે બે યુવક કઢંગી હાલતમાં ઝડપાયા

Feb 23, 2017 02:14 PM IST | Updated on: Feb 23, 2017 02:14 PM IST

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પોલીસે દલાલ મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી દેહ વિક્રયની પ્રવૃતિનો પર્દાફાશ કર્યો છે.ઝડપાયેલા શખ્સો પાસેથી કોન્ડમ, બાઈક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં જીઇબી પાસે આવેલ ગીતા કાંતિલાલ બારોટના રહેણાંક મકાનમાં તપાસ કરતા બે યુવતીઓ સાથે બે શખ્સો કઢંગી હાલતમાં ઝડપાઇ ગયા હતા.તેમજ મકાન મલિક  દલાલીનો ધંધો કરી બહારથી ગ્રાહકો બોલાવી યુવતીઓ સાથે દેહ વિક્રય નો વેપાર કરાવતી હોવાનું જાણવા મળ્યું હતું.

ડીસાઃરહેણાંક મકાનમાં દેહવિક્રયનો ગોરખધંધો, રૂપલલના સાથે બે યુવક કઢંગી હાલતમાં ઝડપાયા

પોલીસે દલાલ મકાન માલિક ગીતા કાંતિલાલ બારોટ અને રંગરેલીયા મનાવવા આવેલા પ્રવીણ મગાજી ઠાકોર અને મહાદેવ ઉકાજી ચૌધરી સહિત ત્રણેયને ઝડપી પડ્યા હતા.

 

સુચવેલા સમાચાર