મહેસાણાઃટ્રેનની ટક્કરે સાસુ-વહુના મોત,આઘાતમાં પતિ બેહોશ

Jan 24, 2017 05:56 PM IST | Updated on: Jan 24, 2017 05:56 PM IST

મહેસાણા :મહેસાણા પાસે આવેલા નાનીદાઉ ગામ પાસે આજે એક ગોઝારા અકસ્માતે બે જીદગી છીનવી લીધી છે.જેમાં સાસુ અને વહુનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. જો કે એક યુવતીનો આકસ્મિક બચાવ થયો છે.

મહેસાણા તાલુકાના નાની દાઉ ગામે લોકોની ૩૦૦ થી ૪૦૦ વિધા જમીન રેલ્વે પટરીની સામે બાજુ આવેલી હોઈ ખેતી કામ કરવા જવા મજબુરીમાં ગામલોકો જીવના જોખમે રેલ્વે લાઈન પર આવેલ મોતના મુખમાંથી પસાર થતા હોય છે જયારે આજે આ મોતના મુખમાં ગામના એક ઠાકોર પરિવારમાં રહેતા સંતાબેન ઠાકોર ઉ.વ. ૬૫ (સાસુ) અને (વહુ) સુર્યાબેન ઠાકોર ઉ.વ. ૩૦ જે બંને પુલ ઓળંગવા જતા પાટા પર આવી રહેલી ધસમસતી ટ્રેન નીચે કપાઇ ગયા છે.જો કે પરિવારની જ દીકરી વસંતનો ચમત્કારીક બચાવ થયો હતો.

મહેસાણાઃટ્રેનની ટક્કરે સાસુ-વહુના મોત,આઘાતમાં પતિ બેહોશ

પાટા ઓળંગવા જતા બનેલી આ ઘટનામાં પોતાની પત્ની અને માતાનું કરુણ મોત થયાના સમાચાર સંભાળતા જ મૃતક મહિલાના પતિ શિવાજી ઠાકોર હોસ્પીટલમાં રુદન કરતા બેભાન થઇ ગયા હતા. ત્યારે હાજર લોકોએ તેમને ઉઠાવી તબીબી સારવાર આપવી હતી. જોકે ઘટનાને પગલે ગામના ઠાકોર પરિવારમાં આફતનું આભ તૂટી પડ્યું હોવાના સમાચાર મળતા આખુય ગામ મહેસાણા સિવિલ હોસ્પીટલમાં દોડી આવ્યું હતું અને જાણવા મળતી વિગતો પ્રમાણે અહી આ ગોજારો અક્સમાત રોકવા ગામલોકોની અસંખ્ય રજુઆતો સંભાળવા નેતાઓ અને અધિકારીઓ નિર્વસ બન્યા હોય તેમ બે વર્ષમાં અહી આજે છઠો અણબનાવ બનવાની ઘટના સામે આવી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર