કાંસાઃગોઠવણ થતાં કોમન પ્લોટમાંથી ગેરકાયદે રસ્તો આપ્યો?,રજૂઆત અવગણનાર તલાટીની શંકાસ્પદ કામગીરી

Mar 16, 2017 04:21 PM IST | Updated on: Mar 16, 2017 08:22 PM IST

કાંસાઃગોઠવણ થતાં કોમન પ્લોટમાંથી ગેરકાયદે રસ્તો આપ્યો?,રજૂઆત અવગણનાર તલાટીની શંકાસ્પદ કામગીરી

મહેસાણાઃવિસનગર નજીક આવેલ કાંસા એનએ વિસ્તારમાં સહજાનંદ સોસાયટી(રો હાઉસ)થઈ સુર્યોદય સોસાયટી બંને અલગ અલગ હોવા છતાં પણ કોમન પ્લોટ વચ્ચેથી ગેરકાયદે જાહેર માર્ગ પસાર કરાતા સોસાયટીના રહીશોમાં વિરોધનો સુર ઉઠ્યો છે. આ ગેરકાયદે જાહેર માર્ગ અહીથી બનાવવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઇ છે ત્યારે સહજાનંદ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરી આ કામ રોકવા લેખિત રજૂઆત તંત્રને કરવામાં આવી છે.

badhkam vivad1

રહીશોના જણાવ્યા મુજબ આ કામથી બંને સોસાયટીઓ વચ્ચે કાયમી વિવાદ ઘર કરી જશે. જો કે બીજી તરફ જાણકારોનું કહેવું છે કે આ જાહેર માર્ગ કાઢવા પાછળ મોટી ગોઠવણ થઇ ગઇ છે. અને રાજકીય દબાણને લીધે ગેરકાયદે માર્ગ અહી બની રહ્યો છે.

સહજાનંદ સોસાયટીનાં જાગૃત નાગરિકોએ પોતાની સોસાયટીની માલિકીની જગ્યા પર ચાલતી આ કામગીરી કોણ કરી રહ્યુ છે કેમ કરાઈ રહ્યુ છેની તાત્કાલિક અસરથી તપાસ આદરી હાલ માં કોઈ ચોક્કસ તથ્યોનાં આધાર પુરાવા વગર આ કામ અટકાવી યોગ્ય ન્યાય માટે અરજી કરેલ છે.

કલેક્ટર હોવાનો ભૂતકાળમાં ઉચવાટ કરી બેઠેલા કાંસા એન.એ. પંચાયતમાં લાંબા સમયથી પોતાની મનમાની સાથે પ્રજા અને પત્રકારો  પણ મનમાની ભર્યું વર્તન કરાતા તલાટીને જાણે કે તંત્રએ જ  લોકશાહીનું ખનન કરવાનો અધિકાર આપેલો હોય તેવા વર્તન અને વ્યવહાર આ તલાટી કરતો હોવાનો લોકોમાં આજે ચર્ચાનો વિષય બન્યો છે.

સહજાનંદ સોસાયટીનાં રહીશો દ્વારા કરાયેલ લોકહિત અને લોકરજુઆતની અરજી કે જેમા આ જાહેર માર્ગ ન હોવાં છતા ખોટું કામ થતુ હોવાને લઈ અટકાવી ન્યાય માટે રજૂઆત કરવામાં આવી હતી. તો રજુઆત કરવા ગયેલાં અરજદારોને ખોટી સલાહ આપી ગેરમાર્ગે દોરી તલાટી ગોવિંદભાઇ પટેલ  અને પંચાયતે વિવાદાસ્પદ કામને પ્રાધાન્ય આપી પોતે જ વિવાદોનું સર્જન કરી આપતાં સ્થાનિકોને પોલીસ બોલાવવાની ફરજ પણ પડી હતી.

જોકે આ બાબતે સોસાયટીના જાગૃત નાગરિકોંની રજુઆત બાદ આવેલા મહિલા સરપંચના પતિ રાજુભાઈએ રહીશોનાં વિવાદોને ટાળવા સુચન કરી હાલમાં કામ અટકાવ્યુ  છે. તો બીજી તરફ કાંસા એન.એ . ગ્રામપંચાયત તલાટી ગોવિંદભાઇ સ્થાનિક રાજકીય અગ્રણીઓ સાથે નજીકના સંબંધો હોવાની સેખી મારી સામાન્ય પ્રજા પર દમ મારતા હોવાની વાત પણ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાઇ રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર