ભાજપ શાસિત બાયડ પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર

Feb 21, 2017 09:20 PM IST | Updated on: Feb 21, 2017 09:20 PM IST

મોડાસાઃબાયડ નગરપાલિકાના ભાજપના પ્રમુખ સામે 16 વિરુદ્ધ 8 મતે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.બાયડ નગરપાલિકામાં ગત ફેબ્રુઆરી 16 માં ચૂંટણી યોજાતા ભાજપના 13 અને એનસીપી ના 11 સભ્યો ચૂંટાતા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપના વરુણ પટેલને બહુમતીથી ચૂંટવામાં આવ્યા હતા. પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ પક્ષના જ 5 સભ્યોને પ્રમુખ વિકાસના કામોમાં આપખુદ શાહી અને મનસ્વી નિર્ણય ના કારણે અસંતોષ હતો જેને લઇ ગત તારીખ 30 જાન્યુઆરી ના રોજ ભાજપના 5 અને 11 એનસીપી ના એમ 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઈ હતી.

જે બાબતે આજ રોજ બાયડ નગરપાલિકાના સભાખંડમાં ચીફઓફિસર અને ચુંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં ભાજપ ઉપપ્રમુખની અધ્યક્ષતામા બેઠક યોજી કામગીરી હાથ ધરી હતી. જે અનુસંધાને મતદાન યોજાતા હાજર 24 સદસ્યોમાંથી 16 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. જયારે 8 સભ્યો એ દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું આમ પ્રમુખ ના વિરોધમાં 16 સભ્યોએ મતદાન કરતા આ અવિશ્વાસ ની દરખાસ્ત પસાર થઇ હતી.

ભાજપ શાસિત બાયડ પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર

સુચવેલા સમાચાર