ભિલોડાના ધરાસણ ગામે લગ્નગીત નહિ ગાવાનું કહેતા ભત્રીજાએ કાકાને પતાવી દીધા

May 18, 2017 09:44 AM IST | Updated on: May 18, 2017 11:02 AM IST

અરવલ્લીના ભિલોડાના ધરાસણ ગામે લગ્ન પ્રસંગમાં લગ્ન ગીત નહિ ગાવા જણાવતા આધેડને લોખંડનો સળિયો લાકડી અને પથ્થરો મારી હત્યા કરી દેવાઈ છે. ભિલોડા પોલીસે હત્યા કરનાર 4 સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરીછે

ધરાસણ ગામે એક તરફ લગ્નનો માહોલ છવાયો હતો ત્યારે બીજ્જી તરફ લગ્ન ગીત નહિ ગાવાનું કહેતા એક આધેડનો પોતાના ભત્રીજોએ માર મારી હત્યા કરી દેતા લગ્નના માહોલમાં માતમ છવાઈ ગયો હતો.ઘટના મુજબ ધરાસણ ગામે તારીખ ૧૫ મેના રોજ બદાજી થાનાજી અસારી નામના ૬૦ વર્ષીય આધેડ પોતાના ભત્રીજાના ઘરે લગ્ન પ્રસંગ માં હાજર હતા.દરમિયાન તેઓ ઘર આગળ ખુલ્લા ખેતરમાં ખાટલામાં સુતા હતા ત્યારે લગ્ન પ્રસંગ માં મહિલાઓ જોર જોર થી લગ્ન ગીતો ગાતી હતી. જેથી આધેડ બદાજી એ લગ્ન ગીતો ગાવાની ના પાડતા કાકા પર ચાર ભત્રીજાઓ તૂટી પડ્યા હતા અને માથું પકડી ખાટલા પરથી ઘર સુધી ખેચી લઇ ગયા હતા અને ઉશ્કેરાયેલા ભત્રીજાઓ  લોખંડ ની પાઈપો લાકડીઓ અને પથ્થર મારી કાકાને ઘાયલ કરી દીધા હતા .

ભિલોડાના ધરાસણ ગામે લગ્નગીત નહિ ગાવાનું કહેતા ભત્રીજાએ કાકાને પતાવી દીધા

જેથી તેમને ભિલોડા કોટેઝ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમણે તારીખ ૧૭ મે રોજ દમ તોડી નાખ્યો હતો.

ઘટનાની જાણ ભિલોડા પોલીસ ને થતા ભિલોડા પોલીસે આધેડ ની હત્યા કરનાર 4 ભત્રીજ સામે હત્યા નો ગુન્હો નોંધી મૃતક ના મૃતદેહ ને ભિલોડા પીએમ અર્થે મોકલી આપી આરોપીઓ ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.દરમિયાનમાં પોલીસ ધ્વારા સઘન તપાસ અને પૂછપરછ દરીમીયાન ચાર ભત્રીજાઓ માંથી બે ભત્રીજાઓ ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા હતા.જેમને કોર્ટમાં રજુ કરવા ભિલોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીનાં નામ

૧.કાન્તીભાઈ પુંજાભાઈ અસારી

૨.મુકેશભાઈ પુંજાબ્ભાઈ અસારી

૩.કિરણભાઈ કાન્તીભાઈ અસારી

૪.રણજીતભાઈ મુકેશભાઈ અસારી

સુચવેલા સમાચાર