વિવાદમાં શાળાઃશિક્ષકો આવે છે પણ નથી આવતો એક પણ વિદ્યાર્થી જાણો કારણ

Apr 03, 2017 04:22 PM IST | Updated on: Apr 03, 2017 04:24 PM IST

મોડાસાઃઅરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વણજર પ્રાથમિક શાળામાં આચાર્યના મનસ્વી વલણ અને પ્રામાણિક શિક્ષક દંપતીની બદલીથી ગ્રામ જનોએ શાળાને તાળાબંધી કર્યા બાદ આજે નવમાં દિવસે પણ શિક્ષણ કાર્યનો વ્હાલીઓ દ્વારા બાળકોને શાળાએ ના મોકલી બહિષ્કાર ચાલુ રાખ્યો છે.

ભિલોડા તાલુકાની વણઝર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ધોરણમાં કુલ 250 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરેછે. છેલ્લા કેટલાક સમયથી શાળાના આચાર્ય ના મનસ્વી વર્તનને કારણે અને શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દંપતીની બદલી કરી નાખતા ગ્રામજનો દ્વારા ગત 24 તારીખના રોજ શાળાને તાળા બંધી કરી બાળકો ને અભ્યાસ અર્થે ના મોકલી શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા પણ નજીક છે ત્યારે ગ્રામજનો દ્વારા બદલી થયેલ શિક્ષક દંપતીને શાળામાં પરત લાવવામાં આવે તેવી ગામ આગેવાનોની છે.

વિવાદમાં શાળાઃશિક્ષકો આવે છે પણ નથી આવતો એક પણ વિદ્યાર્થી જાણો કારણ

bahiskar scool1

ગામના સરપંચ મનુભાઇ પટેલે જણાવ્યું હતું કે, શાળા ને તાળાબંધી કર્યા બાદ આજ દિન સુધી શિક્ષકો નિયમિત શાળાએ આવેછે પરંતુ વ્હાલીઓ દ્વારા વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે ના મોકલતા તેઓ પણ ચિંતિત છે. આગામી 15 એપ્રિલ થી પ્રાથમિક શાળાઓ માં વાર્ષિક પરીક્ષાઓ નો પ્રારંભ થાય છે ત્યારે હજુ આગળ ના દિવસો માં પણ શિક્ષણ કાર્ય નો વ્હાલીઓ દ્વારા બાળકો ને ના મોકલી બહિષ્કાર ચાલુ રાખવા માં આવે તો વિદ્યાર્થીઓ ના ભવિષ્ય પર માઠી અસર પડે તેમ છે જેથી તંત્ર દ્વારા ઝડપથી નિવેડો લાવી શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થાય તેમ શિક્ષકો જણાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર