ઉઠમણું કરનાર અર્બુદા ક્રેડિટની ગુજરાતમાં 40 બ્રાંન્ચ, બનાસકાંઠામાં પણ ફુલેકું

Feb 15, 2017 08:23 PM IST | Updated on: Feb 15, 2017 08:23 PM IST

પાલનપુરઃસમગ્ર ગુજરાતમાં 40થી વધુ બ્રાન્ચ ધરાવતી અર્બુદા ક્રેડિટ સોસાયટી સામે આજે બનાસકાંઠાના પાલનપુરમાં પણ ફરિયાદ નોંધવા પામી છે. પાલનપુરની અર્બુદા ક્રેડિટ સોસાયટીના મેનેજર દ્વારા આજે 52 લાખથી વધુ ની છેતરપિંડી કરાયાની પોલીસ ફરિયાદ થતા સમગ્ર જિલ્લામાં 7 શાખાઓ ધરાવતી તેમજ લાખો રૂપિયાની છેતરપીંડી થયા ના અહેવાલ થી જિલ્લા માં ખળ ભરાટ સર્જાયો છે.

arbuda2

રાજસ્થાનની અર્બુદા ક્રેડિટ કો-ઓ.સોસાયટીના એમડી ફુલેકું ફેરવીને પલાયન થઇ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જેનો રેલો આજે જીલ્લા મથક પાલનપુર સુધી આવ્યો છે. આજે પૂર્વ પોલીસ મથકમાં ખાતેદારો ના ૫૨ લાખ થી વધુ રકમ નો ફૂલેકું ફેરવીને પલાયન થઇ ગયા હોવાની ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરાઈ છે. છેલ્લા ચાર વર્ષથી પાલનપુર કીર્તિસ્થંભ નજીક અર્બુદા ક્રેડિટ કો-ઓ.સોસાયટી કાર્યરત હતી.

જેમાં માત્ર ચાર  વર્ષના ટૂંકા ગાળામાં મજુર અને મધયમ વર્ગના લોકોએ પરસેવાની કમાણીના નાણાનું રોકાણ કર્યું હતું.આ નાણા બ્રાન્ચ દ્વારા હેડ ઓફીસે મોકલી આપ્યા હતા. પાછલા એક માસથી ત્યા઼થી ગ્રાહકોના પાકતી મુદતના નાણા લેવા માટે મેનેજર ગયા હતા પણ તેઓને ના કહી દેવાઇ હતી અને એમ.ડી. રાકેશ કુમાર દેવેન્દ્રભાઇ અગ્રવાલ અને તેમના પત્ની ચેરમેન આશાબેન રાકેશભાઇ નાણા લઇને ફરાર થઇ જતાં ચુકવી શકાય તેમ હોવાનું જણાવાયું હતું.

હાલ સુધી લોકોને સમજાવ્યા પછી છેવટે બ્રાન્ચ મેનેજર ચિંતન મોદીએ આજે પાલનપુર પૂર્વ પોલીસ મથક ફરીયાદ માટે તજવીજ હાથ ધરી છે. તેમજ સોસાયટીના એમ ડી અને અધ્યક્ષ એટલેકે પતિ પત્ની બંને એ  ગ્રાહકોના 52 લાખ  રૂપિયા લઈને છું મંતર થઈ જતા સોસાયટીના મેનેજરે જ બંને સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર