અરવલ્લીઃ ટ્રક-ટ્રેક્ટર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 6નાં મોત, 13 ઘાયલ

Nov 14, 2017 04:39 PM IST | Updated on: Nov 14, 2017 04:39 PM IST

અરવલીઃ માલપુર ગોધરા સ્ટેટ હાઇવે પર અંબાલિયા ગામ પાસે આજે(મંગળવારે) વહેલી પરોઢે ત્રણ વાગ્યાના સુમારે એક ટ્રક ચાલકે ટ્રેક્ટરને પાછળથી અડફેટે લેતા ટ્રેક્ટરમાં સવાર 6 લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા.

ટ્રેક્ટરમાં સવાર અન્ય 13 લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાંથી 4 લોકો વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડ્યા હતા. તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાદવાડ ગામના હતા. તમામ ટ્રેક્ટરમાં બેસીને ખેતમજૂરી અર્થે પાટણ જઈ રહ્યા હતા.

અરવલ્લીઃ ટ્રક-ટ્રેક્ટર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 6નાં મોત, 13 ઘાયલ

અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકે ટ્રેક્ટરને અડફેટે લીધા બાદ ટ્રેક્ટર 50 થી 60 ફૂટ સુધી ઢસડાયું હતું. બાજુમાં આવેલી એક દુકાન તેમજ એક કાચા મકાનનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતા માલપુર પોલીસ તેમજ જિલ્લા પોલિસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર