અરવલ્લીમાં 200લોકોનું ધર્માતરણ, બૌદ્ધધર્મ અંગીકાર કર્યો?, તંત્ર અજાણ

Jan 08, 2017 03:49 PM IST | Updated on: Jan 08, 2017 03:49 PM IST

મોડાસાઃ છેલ્લા કેટલાક સમય થી ધર્માંતરણની પ્રવૃત્તિ જુદા જુદા સંપ્રદાયો દ્વારા ફૂલી ફાલી છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ધોલવાણી ગામે ગુજરાત બૌધ્ધિષ્ટ અકાદમી દ્વારા જિલ્લાના 200 થી વધુ એસસી એસટી ઓબીસી સમાજના લોકોને બૌદ્ધ ધર્મ ગુરુ દ્વારા દીક્ષા આપી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. જો કે ધર્માતરણ મામલે તંત્ર અજાણ હોવાનું માલુમ પડ્યું છે.

જોકે ધર્મપરિવર્તન બાબતે આયોજકો દ્વારા કોઈ પરમિશન કે મંજૂરી લીધી નથી અને વગર મંજૂરીએ ધર્માંતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ બાબતે આયોજકોને પૂછવા જતા કેમેરા સામે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં અલગ અલગ સંપ્રદાયો ના ધર્મગુરુઓ એ પ્રજાજનો ને પોતાના ધર્મમાં ખેંચવા ધામા નાખ્યા છે. જો કે તંત્ર આ વાતને લઇ દોડતુ થઇ ગયું છે. અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. કેટલા લોકોએ ધર્મ પરિવર્તન કર્યો છે તે તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે.

અરવલ્લીમાં 200લોકોનું ધર્માતરણ, બૌદ્ધધર્મ અંગીકાર કર્યો?, તંત્ર અજાણ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર