અંબાજીઃતીજોરી બનાવતા કારખાનામાં ધડાકા ભેર બાટલો ફાટ્યો

Jan 12, 2017 02:11 PM IST | Updated on: Jan 12, 2017 02:11 PM IST

અંબાજીઃ યાત્રાધામ અંબાજી માં આજે બપોરનાં સુમારે તીજોરી બનાવતાં કારખાનામાં ધડાકા ભેર બાટલો ફાટવાની ઘટના બનવાં પામી હતી. અંબાજી નાં ભાટવાસ વિસ્તાર માં તીજોરી બનાવવા નાં કારખાનામાં કાર્બોરાઇટ ગેસ થી વેલ્ડીંગ કામગીરી દરમીયાન બાટલો ફાટતા આ ઘટના બની હતી.

જેમાં કામ કરતાં એક કારીગર ને સામાન્ય ઇજાઓ થતાં અંબાજી ની કોટેજ હોસ્પીટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે દુકાનમાં પડેલી અનેક તીજોરી ને નુકશાન થવા પામ્યુ હતુ. જોકે બાજુ ની દુકાનમાં પણ બાટલા ફાટવાના ધડાકા ની અસર થતા તેની દુકાનનાં કાચ ફુટ્યાં હતા. જોકે આ સમગ્ર ઘટના માં કોઇ જાનહાની નાં સમાચાર નથી.

અંબાજીઃતીજોરી બનાવતા કારખાનામાં ધડાકા ભેર બાટલો ફાટ્યો

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર