હિંમતનગરઃઅકસ્માત બાદ ટ્રકમાં આગ,બાઇક સવાર બે ભડથું

Apr 15, 2017 01:53 PM IST | Updated on: Apr 15, 2017 01:53 PM IST

હિંમતનગરના સહકારી જીન ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક 200 મીટર જેટલી ટ્રક નીચે ઘસડાઈ હતી. જેમાં બે વ્યક્તિના મોત થયા હતા તો ટ્રક બાઈક નીચે ઘસડાતા બાઈકની ટાંકીમાં સ્પાર્ક થયો હતો અને બાઈકને આગ લાગતા ટ્રક પણ આગની ઝપટમાં સપડાઈ હતી.અને ટ્રકમાં ભીષણ આગ લાગી હતી તો બાઈક સાથે મૃતક પણ ટ્રક નીચે ઘસડાયો હતો.

જેમાં મૃતકનુ અડધુ અંગ ટ્રકની નીચે બળીને ખાખ થઈ ગયુ હતુ તો અડધુ અંગ 200 મીટર હાઈવે પર ઘસડાયુ હતુ અને રોડ પર ટુકડા પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રીગેડ ઘટના સ્થડે પહોચી ગયુ હતુ અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તો પોલીસ ઘટના સ્થડે પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી. આગની અને અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા.

હિંમતનગરઃઅકસ્માત બાદ ટ્રકમાં આગ,બાઇક સવાર બે ભડથું

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર