હાર્દિકનું સમર્થન કરનાર શક્તિસિંહ માફી માંગેઃ નીતિન પટેલ

Nov 14, 2017 09:17 PM IST | Updated on: Nov 14, 2017 10:37 PM IST

અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એજન્ડા ગુજરાતમાં વાત કરતા હાર્દિક પટેલ અને શક્તિસિંહ પર આકરા પ્રહારો કર્યા હતા. તાજેતરમાં સોશિયલ મીડિયામાં કથિત સીડી મામલે નીતિન પટેલે કહ્યું હતું કે, હાર્દિકે આખા ગુજરાતને શરમમાં મૂક્યું છે. હાર્દિકની સરખામણી સરદાર સાથે કરતા શક્તિસિંહના નિવેદન પર નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતને શરમમાં મૂકનાર વ્યક્તિને સમર્થન કરવા બદલ શક્તિસિંહે આખા ગુજરાતની માફી માંગવી જોઈએ.

- સરદાર પટેલને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કોંગ્રેસ ન સ્વીકાર્યો

હાર્દિકનું સમર્થન કરનાર શક્તિસિંહ માફી માંગેઃ નીતિન પટેલ

- રાજીવ, ઇન્દિરાના અવસાન બાદ ભારત રત્ન એવોર્ડ આપાયો

- સરદારના મોતના ચાર દાયકા બાદ પણ એવોર્ડ ન અપાયો

- નેહરુએ સોમનાથ મંદિરનું નિર્માણ કાર્ય અટકાવ્યું હતું

- સેક્સ સીડી બાદ હાર્દિકનું સમર્થન કરવું એ કોંગ્રેસની રાજકીય મજબૂરી

- હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ કોંગ્રેસનાં વેન્ટિલેટર

- ગુજરાતને શરમમાં મૂકનાર વ્યક્તિને સરદાર સાથે સરખાવવો એ શક્તિસિંહની મજબૂરી

- હાર્દિકની સરદાર સાથે સરખામણી કરી શક્તિસિંહે આખા ગુજરાતનું અપમાન કર્યું

- શક્તિસિંહે ગુજરાત આખાની માફી માંગવી જોઈએ

પ્રદીપસિંહ જાડેજા સાથે સીધી વાત

- હાર્દિકના વિવિધ પ્રશ્નો અંગે કમિટિ બનાવી તમામ પ્રશ્નોનું સમાધાન લવાયું

- રાજકીય એજન્ટ બનવું છે એવા લોકો આંદોલન ચાલુ રાખી રહ્યા છે

- રાહુલ ગાંધી જ્યાં જ્યા જાય છે ત્યાં કોંગ્રેસ હારી છે

- રાહુલ ગાંધી બનાસકાંઠામાં ફર્યા છે એટલે અમે તમામ નવ બેઠકો જીતીશું

- રાહુલ ગાંધી બનાસકાંઠામાં ફર્યા એ માટે તેમનો ખૂબ ખૂબ આભાર

- ન જાતિવાત ન પ્રાંત વાદ ફક્ત રાષ્ટ્રવાદ અમારો મુદ્દો રહ્યો છે

- અમે વિકાસના મુદ્દા પર અત્યાર સુધી ચૂંટણી જીતી છે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર