શું 'શેઠજી'નો સાથ છોડીને જતા રહેશે નટુ કાકા અને બાઘો ?

Oct 08, 2017 01:48 PM IST | Updated on: Oct 08, 2017 01:50 PM IST

'તારક મહેતા કા ઉલટા ચશમા' શોમાં નવો વળાંક આવવા જઇ રહ્યો છે. જી હાં જેઠાલાલનાં વર્ષો જુના માનીતા નોકરોને નવી નોકરીની ઓફર થઇ છે. તે પણ ડબલ પગાર રજાઓ અને ઇન્સેન્ટિવ સાથે. તેમ જ અન્ય સવલતો આપવાની પણ વાત કરી છે.

જી હાં, ગડા ઇલેક્ટ્રોનિંક્સની જ સામે નવી ઇલેક્ટ્રોનિક્સની દુકાન ખુલી છે અને તેનો માલીક ગમે તે કરીને નટુકાકા અને બાઘાને પોતાની દુકાનમાં લેવા માંગે છે અને તે માટે તેણે બાઘા અને નટુકાકાને આ ઓફર પણ મુકી છે. જોકે હાલમાં તો નટુ કાકા અને બાઘાએ આ ઓફર અંગે વિચારવાનો સમય માંગ્યો છે.

શું 'શેઠજી'નો સાથ છોડીને જતા રહેશે નટુ કાકા અને બાઘો ?

આ વાતની જાણ જેઠાલાલને થઇ ગઇ છે અને હવે તેની ઉંઘ હરામ થઇ ગઇ છે. અને તે હવે આ પરિસ્થિતિમાંથી બહાર આવવાં તેનાં ફાયરબ્રિગેડ તારક મેહતાની સલાહ લેવાં જાય છે.

હવે શું બાઘા અને નટુકાકા જેઠાલાલનો સાથ છોડે છે કે નહીં અને જેઠાલાલ તેમનો પગાર વધારે છે કે નહીં તે તો આવનારા સમયમાં જ ખબર પડશે

સુચવેલા સમાચાર