અરુણાચલમાં ચીનની બોર્ડર પાસે વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ. 6ના મોત, 1 ઘાયલ

Oct 06, 2017 11:37 AM IST | Updated on: Oct 06, 2017 11:37 AM IST

અરુણચાલ પ્રદેશનાં તવાંગ પાસે ખિરમૂ વિસ્તારમાં થયો છે. આ વિસ્તાર ચીનની બોર્ડર નજીક આવેલો છે. જ્યાં ભારતીય વાયુસેનાનું MI17 V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હોવાના સમાચાર છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. હેલિકોપ્ટર તકનીકી ખરાબીના કારણે ક્રેશ થયુ હોવાનું હાલમાં બહાર આવ્યું છે.

વાયુસેનાએ દુર્ઘટના સ્થળે રાહતકાર્ય માટે ટીમ રવાના કરી દીધી છે. આ અકસ્માત અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે ખિરમૂ વિસ્તારમાં થયો. હેલિકોપ્ટર આર્મી માટે એર મેન્ટેનન્સનો સામાન લઈને જઈ રહ્યું હતું. ત્યારે આ દૂર્ઘટના બની હતી. 8 ઓક્ટોબરના રોજ વાયુસેનાનો સ્થાપના દિવસ છે. તે માટેની તૈયારીઓ હાલમાં ત્યાં ચાલી રહી છે.

અરુણાચલમાં ચીનની બોર્ડર પાસે વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ. 6ના મોત, 1 ઘાયલ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર