અહીં કરવા ચોથનું વ્રત રાખતા ડરે છે સવાસણ, જાણો કેમ ?

Oct 08, 2017 01:28 PM IST | Updated on: Oct 08, 2017 01:28 PM IST

ઉત્તર પ્રદેશનાં મથુરા સ્થિત સુરીરમાં કરવા ચોથનું વ્રત નથી રાખતી. તેની પાછળનું કારણ છે આ મહિલાઓને તેમનાં પતિની મોતનો ડર રહે છે. વ્રત નહીં રાખવાનું ચલણ અહીં છેલ્લાં ઘણાં વર્ષોથી છે.

સુરીર વિસ્તારની મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે કરવા ચૌથનું વ્રત રાખતી નથી. એ માટે એક એવી મહિલાનો શ્રાપ ગણાય છે જેનાં પતિની હત્યા કરવા ચોથનાં જ દિવસે તેની આંખોની સામે કરવામાં આવી હતી.

અહીં કરવા ચોથનું વ્રત રાખતા ડરે છે સવાસણ, જાણો કેમ ?

કરવા ચૌથનું વ્રત નહીં રાખવાની કહાની જણાવતા અહીંની વડિલ મહિલાઓ કહે છે કે રામનગલા ગાંમની એક વ્યક્તિ તેની પત્નીને સાસરેથી વળાવી તેનાં ગામ પરત ફરી રહ્યો હતો. પતિ અને પત્ની બંને ભેંસ ગાડામાં બેઠા હતા. ત્યાં આગળ જઇ ભેંસ ચોરી થઇ ગઇ હતી.

સ્થાનિક લોકોએ વિવાહિતનાં પતિ પર જ ભેંસની ચોરીનો આરોપ લગાવ્યો હતો. અને તેનાં પતિને ઢોર માર મારીને તેની હત્યા કરી નાંખી હતી. વિવાહિતની સામેતેનાં પતિની હત્યા જોઇ તેણે શ્રાપ આપ્યો હતો કે આ ક્ષેત્રમાં જે પણ મહિલા તેનાં પતિની લાંબી ઉંમર માટે આજનાં દિવસ એટલે કે કરવા ચૌથનું વ્રત રાખશે તેનાં પતિનું મોત થઇ જશે. આ ઘટના પણ કરવા ચોથનાં દિવસે જ બની હતી.

વડિલ મહિલાઓનું કહેવું છે કે સુરીરમાં કેટલીંક મહિલાઓએ આ શ્રાપ માન્યો ન હતો. અને કરવા ચોથનું વ્રત રાખ્યુ હતું. તે રાત્રે જે મહિલાઓએ તેમનાં પતિની મોત થઇ ગઇ હતી. વ્રત રાખવાનાં કારણે કેટલાંય પતિઓની મોત થઇ ગઇ જે બાદ આ ક્ષેત્રની મહિલાઓનાં મનમાં ડર ભરાઇ ગયો છે ત્યારથી આ મહિલાઓ તે શ્રાપને માને છે અને કરવા ચોથનાં દિવસે કોઇ વ્રત રાખતી નથી. એટલું જ નહીં આ દિવસો સવાસણ શ્રૃંગાર પણ નથી કરતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર