રાજકોટઃમનપાનું જનરલ બોર્ડ તોફાની બન્યું,પોસ્ટરો કાઢી હોબાળો

Apr 18, 2017 07:28 PM IST | Updated on: Apr 19, 2017 05:09 PM IST

રાજકોટ મહાનગરપાલીકાનું આજનું જનરલ બોર્ડ તોફાની બન્યું હતું. આરોગ્ય અને ડ્રેનેજનાં પ્રશ્ને કોંગ્રેસનાં કોર્પોરેટરોએ પોસ્ટર કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.બીજી તરફ ભાજપનાં કોર્પોરેટરોએ પણ કોંગ્રેસનાં ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરૂ વિરોદ્ધી પોસ્ટરો કાઢીને કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવ્યો હતો. જોકે મહાનગરપાલીકામાં ડો.બાબાસાહેબ આંબેડરનું ચિત્ર મુકવાની ભાજપ અને કોંગ્રેસ બન્નેની દરખાસ્તમાંથી ભાજપની દરખાસ્ત મંજૂર કરાતા હોબાળો મચ્યો હતો અને મેયર ચેમ્બર સુધી કોંગી કોર્પોરેટરો પહોંચી ગયા હતા.

કોંગ્રેસ અને ભાજપનાં કોર્પોરેટરોએ ૪૨ જેટલા પ્રજાનાં પ્રશ્નો રજૂ કર્યા હતા. પરંતુ આ જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસનાં નગરસેવકોએ પ્રજાનાં પ્રશ્નો નેવે મુકી દીધા હતા અને વિરોધ શરૂ કર્યો હતો. ભાજપનાં કોર્પોરેટરે લોકોનાં આરોગ્યને લઇને કોર્પોરેશનની કામગીરીનો પ્રશ્નની ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે કોંગ્રેસનાં કોર્પોરેટરોએ આરોગ્યની કામગીરી વિરોદ્ધી પોસ્ટરો કાઢીને હોબાળો મચાવ્યો હતો. સામે પક્ષે ભાજપે પણ કોંગી કોર્પોરેટર ઇન્દ્રનિલ રાજ્યગુરૂનાં પોસ્ટરો કાઢીને કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવ્યો હતો.

રાજકોટઃમનપાનું જનરલ બોર્ડ તોફાની બન્યું,પોસ્ટરો કાઢી હોબાળો

બન્ને પક્ષોનાં કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં બબાલ શરૂ કરતા અધ્યક્ષ ડો.જૈમન ઉપાધ્યાયએ જનરલ બોર્ડ પૂર્ણ કરીને તમામ દરખાસ્તો બહુમતીથી પસાર કરી હતી. જેમાં ભાજપનાં કોર્પોરેટરની દરખાસ્ત મંજૂર કરીને કોંગ્રેસની દરખાસ્ત ના મંજૂર કરી હતી. જેને લઇને કોંગી કોર્પોરેટરો આરએમસીનાં મેયર ડો. જૈમન ઉપાધ્યાયની ચેમ્બરમાં ઘૂસી આવ્યા હતા અને ઉગ્ર બોલાચાલી કરતા કોંગી કોર્પોરેટરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. તો કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ભાજપના કોર્પોરેટરોની નેમ પ્લેટ પણ તોડી નાખવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર