વડોદરાઃપોલીસની રહેમનજર હેઠળ અહી ખેલાય છે રોજ લાખોનો જુગાર

May 22, 2017 04:57 PM IST | Updated on: May 22, 2017 04:57 PM IST

રાજય સરકારે રાજયમાં દારૂબંધી અને જુગારધામ માટે કડક કાયદો બનાવ્યો છે.પરંતુ પોલીસના બૂટલેગરો પર ચાર હાથ હોવાના કારણે સરકારે બનાવેલા તમામ કાયદાઓ માત્ર કાગળ પર જ રહી જાય છે.વડોદરાના વરણામામાં આવેલા અન્ખી ગામના ખેતરમાં અસામાજિક તત્વો ધ્વારા જાહેરમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે.

જેની ફરિયાદ ગ્રામજનોએ વરણામા પોલીસને કરી હોવા છતાં પણ પોલીસ કોઈ જ પગલાં નહી ભરતા રોષ પ્રસર્યો છે. વરણામા પોલીસની રહેમનજર હેઠળ રણજીત ઠાકોર નામનો શખ્સ જાહેરમાં જુગારધામ ચલાવી રહ્યો છે.અન્ખી ગામના ખેતરમાં રોજ મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા માટે આવે છે.તેમજ રોજનો 10 થી 15 લાખનો જુગાર રમાય છે.

વડોદરાઃપોલીસની રહેમનજર હેઠળ અહી ખેલાય છે રોજ લાખોનો જુગાર

જુગારધામ ચલાવતો રણજીત ઠાકોર વરણામા પોલીસને મસ્ત મોટો હપ્તો પહોચાડે છે તેવી ચર્ચાઓ સ્થાનિકોમાં ચાલી રહી છે.સૂત્રોના મુજબ વરણામા પોલીસના ડી સ્ટાફના ચાર હાથ છેજેના કારણે રણજીત ખુલ્લેઆમ બિન્દાસ્ત જુગારધામ ધમધમાવી રહ્યો છે.સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા તપાસના આદેશ આપે તો ચોકકસથી અનેક પોલીસ જવાનોની સીધી સંડોવણી બહાર આવે તેવી શકયતાઓ છે.

સુચવેલા સમાચાર