વડોદરાઃ2.25કરોડની લૂંટના આરોપીનું કોર્ટમાં સરેન્ડર

Feb 02, 2017 09:04 PM IST | Updated on: Feb 02, 2017 09:04 PM IST

વડોદરાઃવડોદરામાં 2.25 કરોડની થયેલી લૂંટમાં આજે નાટયાત્મક રીતે લૂંટનો મુખ્ય આરોપી કોર્ટમાં સરેન્ડર કર્યું છે.લૂંટનો મુખ્ય આરોપી વિકકી કહાર છેલ્લા બે માસથી નાસતો ફરતો હતો.આરોપી વિકકી કહારને કોર્ટે ક્રાંઈમ બ્રાન્ચને સોપ્યો છે.આરોપીએ છાતીમાં દુખાવો થતો હોવાનું કહેતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.

જયાં આરોપી વિકકી કહારે મીડીયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે ફરીયાદી સંજીવ શાહની જ લૂંટમાં સંડોવણી છે.તેમજ 2.25 કરોડની લૂંટના બદલે 50 લાખની લૂંટ થઈ હોવાનું આરોપીએ કબુલ્યું છે.મહત્વની વાત છે કે હજી પણ લૂંટમાં સંડાવાયેલ ભાજપ નેતા કિરણ ચૌહાણ પોલીસ ગિરફતથી દૂર છે.

વડોદરાઃ2.25કરોડની લૂંટના આરોપીનું કોર્ટમાં સરેન્ડર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર