વડોદરા દારૂ મહેફિલઃવોર્ડ ઓફિસર સહિત સાત કર્મચારીઓ સસ્પેન્ડ

May 08, 2017 07:08 PM IST | Updated on: May 08, 2017 07:08 PM IST

વડોદરા કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા વોર્ડ ઓફિસર સહિત સાત કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનરે સસ્પેન્ડ કરી દેતા કોર્પોરેશન તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. મ્યુ. કમિશનર વિનોદ રાવે પોલીસ કમિશનરને પત્ર લખી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. પુરાવાના નાશ કરનાર કર્મચારીઓ સામે કાયદાકીય પગલાં લેવા માંગણી કરી છે.

વડોદરાના વાઘોડીયા રોડ વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 3ની ઓફિસમાં શનિવારની રાત્રે સેવા સેતુનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ વોર્ડ ઓફિસર દિગ્નેશ ડામોર સહિત સાત કર્મચારીઓએ રેવન્યુ ઓફિસરની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.મહેફિક કાંડમાં મ્યુનિસિપલ કમિશનરે લાલઆંખ કરી વોર્ડ ઓફિસર દિગ્નેશ ડામોર સહિત તમામ સાત કર્મચારીઓને શો કોઝ નોટિસ ફટકારી સસ્પેન્ડ કરી દીધા છે.

તેમજ મ્યુનિસિપલ કમિશનરે પોલીસ કમિશનરને પત્ર લખી તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજુઆત કરી છે.જેને પગલે કોર્પોરેશન તંત્રમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે મહેફિલ કાંડને બે દિવસ વીતી ગયા છતાં પણ હજી સુધી પાણીગેટ પોલીસના અધિકારીએ દારૂની મહેફિલ માણી રહેલા એક પણ વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી નથી.જેને લઈ સૌ કોઈ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા કરી રહ્યા છે.

દારૂની મહેફિલ માણતા પકડાયેલા કર્મચારી

- દિગ્નેશ ડામોર- વોર્ડ ઓફિસર- વોર્ડ નં 3

- શૈલેષ પટેલ- સેનેટરી ઈન્સ્પેકટર- વોર્ડ નં 3

- રતિલાલ પરમાર- આસામી ફાઈલેરિયા- વોર્ડ નં 3

- ચંદ્રકાન્ત પરમાર- આસામી ફાઈલેરિયા- વોર્ડ નં 3

- મૃગેશ પરમાર- બાયોલોજીસ્ટ- વોર્ડ નં 3

- વિજય નિકમ- સિપાઈ- વોર્ડ નં 3

- મનુભાઈ પરમાર- જુની. કલાર્ક- વોર્ડ નં 3

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર