વડોદરાઃમારામારીના ગુનામાં કોર્ટે 8 વિદેશી વિદ્યાર્થીઓને કસ્ટડીમાં મોકલ્યા

Feb 08, 2017 10:10 AM IST | Updated on: Feb 08, 2017 10:10 AM IST

વડોદરાઃવડોદરાના વાઘોડીયા તાલુકામાં આવેલી પારૂલ યુનિવર્સીટી કેમ્પસમાં રવિવારની રાત્રીના સુમારે અફઘાની સહિત દેશના વિદેશી વિદ્યાર્થીઓ અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે મામલો ગરમાયો હતો અને મારામારી થઇ હતી. વાઘોડીયા પોલીસે 8 વિદેશી વિધાર્થીઓના એક દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજુ કર્યા હતા.જયાં કોર્ટે તમામ 8 વિદેશી વિધાર્થીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

પારૂલ યુનિવર્સીટી કેમ્પસમાં રવિવારની રાત્રે વિદેશી અને ભારતીય વિધાર્થી વચ્ચે લોહીયાળ મારામારી થઈ હતી.જેમાં 9 વિધાર્થીઓને ઈજા પહોંચી હતી.પોલીસે મારામારીના મામલે 11 વિધાર્થીઓની ધરપકડ કરી હતી.જેમાંથી 3 ભારતીય વિધાર્થીઓને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી છોડી મુકવામાં આવ્યા છે.જયારે પોલીસે મારામારીની ઘટનામાં સંડોવાયેલા અન્ય વિધાર્થીઓની શોધખોળ હાથ ધરી છે.

વડોદરાઃમારામારીના ગુનામાં કોર્ટે 8 વિદેશી વિદ્યાર્થીઓને કસ્ટડીમાં મોકલ્યા

સુચવેલા સમાચાર