વડોદરામાં બંદુકની અણીએ જમીન દલાલને લૂંટયો,50લાખની ખંડણી માગી

Jan 29, 2017 12:10 PM IST | Updated on: Jan 29, 2017 12:10 PM IST

વડોદરાઃવડોદરામાં જમીન દલાલનું તેના ઘરમાંથી અપહરણ કરી ઢોર માર મારી બંદૂકની અણીએ 85 હજારની લૂંટ કરી 50 લાખની ખંડણી માંગવાની ફરીયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે.મહત્વની વાત છે કે પાદરામાં ફાર્મ હાઉસના માલિકના અપહરણમાં પંકજ આર્ય છેલ્લા બે માસથી પોલીસ ચોપડે વોન્ટેડ છે.તેમ છતાં પણ પોલીસ તેને પકડવામાં સદ્દતર નિષ્ફળ નીવડી છે.જેના લીધે પંકજ વધુને વધુ ગુના આચરી લોકોમાં ભય પેદા કરી રહ્યો છે.ત્યારે શહેરમાં બીજો મુકેજ હરજાણી જન્મ લે તે પહેલા જ પોલીસ પંકજ આર્ય એન્ડ ગેંગને દબોચી તેમનો ખાતમો કરે તે ખૂબ જરુરી છે.

વડોદરામાં મુકેશ હરજાણીના હત્યા બાદ પંકજ આર્ય એન્ડ ગેંગ દિવસે ને દિવસે માથુ ઉંચકી રહી છે.પોલીસ પુત્ર પંકજ આર્યને જાણે પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ તે એક બાદ એક ગુના આચરી રહ્યો છે.શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા જમીન દલાલ રવિ સોનવણેને આરોપી પંકજ આર્ય અને તેના સાગરીતો ચેતન શાહ, અમીત ડાભી, અંકિત દાતરો અને જયોત પટેલ 5 ડિસેમ્બર 2016ના રોજ તેના ઘરમાંથી અપહરણ કરી પાદરા ખાતેના એક અજાણ્યા ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા.

વડોદરામાં બંદુકની અણીએ જમીન દલાલને લૂંટયો,50લાખની ખંડણી માગી

જયાં જમીન દલાલ રવિ સોનવણેને બે દિવસ ગોંધી રાખી ઢોર માર મારી 85 હજારની લૂંટ કરી હતી.તેમજ તેના પાસેથી 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી.રવિને ગભરાવવા પંકજ આર્ય અને તેના સાગરીતોએ બે રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.આ અંગેની ફરીયાદ જમીન દલાલે મકરપુરા પોલીસ મથકમાં નોંધાવી છે.

મહત્વની વાત છે કે જમીન દલાલ રવિને પંકજ આર્ય અને તેના સાગરીતોએ પોલીસ ફરીયાદ ન કરવા માટે ધમકી આપી હતી.જેના કારણે જમીન દલાલે પોલીસ ફરીયાદ આપવાનું ટાળ્યું હતું.પરંતુ પંકજ આર્ય અને તેના સાગરીતોએ ફરી વખત નાણાંની માંગણી કરતા જમીન દલાલે કંટાળીને પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.

આ ઉપરાંત પંકજ આર્ય અને તેના સાગરીતોએ બે દિવસ અગાઉ પણ લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા શ્રોફ દંપતીને બંદૂકની અણીએ બંધક બનાવી ઢોર માર મારી લોહી લુહાણ કરી 2 લાખની લૂંટ કરી ભાગી ગયા હતા.તેમજ 10 લાખની ખંડણી માંગી હતી.જે અંગેની ફરીયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર