વડોદરામાં રૂ.2.25 કરોડની લૂંટમાં વધુ એક આરોપીની ધરપકડ

Feb 10, 2017 10:03 AM IST | Updated on: Feb 10, 2017 10:03 AM IST

વડોદરાઃવડોદરામાં ભરૂચના લેબર કોન્ટ્રાકટરના કર્મચારીને બંદૂકની અણીએ લૂંટી 2.25 કરોડ લઈને ફરાર થવાના મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.ક્રાંઈમ બ્રાન્ચે અગાઉ મુખ્ય સૂત્રધાર વિકકી કહારની ધરપકડ કરી હતી.જેને ક્રાંઈમ બ્રાન્ચની પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે પાણીગેટ વિસ્તારમાં આવેલા ઘરમાં લૂંટની રકમ છુપાવાઈ છે.

જેના આધારે ક્રાંઈમ બ્રાન્ચે વિકકી કહારના પાણીગેટમા આવેલા નિવાસસ્થાને દરોડા પાડી રૂપિયા 10 અને 100ના દરની 32.12 લાખ રૂપિયાની રોકડ કબજે કરી છે.ઉપરાંત લૂંટમાં સામેલ વિકકી કહારના સંબધી ઉમંગ કહારની ધરપકડ કરી છે.તેમજ લૂંટમાં સંડોવાયેલા અન્ય આરોપી શક્તિ કહારની શોધખોળ શરૂ કરી છે.મહત્વની વાત છે કે લૂંટના ગુનામાં ભાજપ નેતા કિરણ ચૌહાણ હજી પણ પોલીસ ગિરફતથી દુર છે.

વડોદરામાં રૂ.2.25 કરોડની લૂંટમાં વધુ એક આરોપીની ધરપકડ

સુચવેલા સમાચાર