વડોદરામાં ફુલ આંતરરાષ્ટ્રીય મેરેથોન,ધનરાજ નથવાણી આપશે હાજરી

Feb 04, 2017 03:01 PM IST | Updated on: Feb 04, 2017 03:01 PM IST

વડોદરાઃઆવતીકાલે રવિવાર પાંચ ફેબ્રુઆરીના રોજ વડોદરામાં મેરેથોન 2017નું આયોજન કરાયું છે.ગુજરાતની આ પ્રથમ સર્ટીફાઇડ 42 કિલોમીટરની ફુલ મેરેથોન છે. વડોદરા શહેરવાસીઓ આ મેરેથોનમાં ભાગ લેવા ઉત્સાહિત છે અને મેરેથોનને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. મેરેથોન ની તમામ પ્રકારની તૈયારીઓ સંપન્ન થઇ ગઇ છે.વડોદરા મેરેથોનનાં ઘનરાજ નથવાણી ડિરેકટર છે.75000 થી વઘુ દોડવીરોનાં રજીસ્ટ્રેશન થયા છે.કેશલેશ અને ડિજીટલ થીમ આઘારીત મેરેથોન છે.પાંચ લાખની ખાસ કેટેગરી ઘ્વારા સવા કરોડનું દાન છે.

નવલખીના વિશાળ મેદાનથી આ ફુલ આંતરાષ્ટ્રીય મેરેથોનનો ફલેગ ઓફ

વડોદરામાં ફુલ આંતરરાષ્ટ્રીય મેરેથોન,ધનરાજ નથવાણી આપશે હાજરી

રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આપશે. આ પ્રસંગે કેન્દ્રિય રમતગમત પ્રધાન વિજય ગોયલ સહિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ગૃપ સિનિયર વાઇસ પ્રેસીડન્ટ અને વડોદરા આંતરાષ્ટ્રીય મેરેથોનનાં ડાયરેકટર શ્રી ઘનરાજ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહેશે.

સતત સાતમાં વર્ષે વડોદરામાં યોજાતી અને પ્રથમવાર ફુલ સર્ટીફાઇડ મેરેથોન છે અને સ્પોર્ટસ સાથે રચનાત્મક સંદેશ કેશલેશ અને ડીજીટલ ઇન્ડીયાની થીમ પર મેરેથોન યોજાઇ રહી છે.. આ મેરેથોનનું રજીસ્ટ્રેશન પણ દોડવીરો ઘ્વારા ઓનલાઇન કરવામાં આવ્યું છે.. આ વર્ષે મેરેથોનમાં પ્રથમવાર ટોર્ચ ઓફ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સુચવેલા સમાચાર