વડોદરાઃદિવ્યાંગ બાળકોએ અવનવા પતંગથી આકાશ બનાવ્યું રંગબેરંગી

Jan 12, 2017 04:49 PM IST | Updated on: Jan 12, 2017 04:49 PM IST

વડોદરાઃઉત્તરાયણ પર્વ પહેલા અનેક સ્થળોએ પંતગોત્સવનું આયોજન કરાય છે.ત્યારે વડોદરામાં એક ખાનગી શાળાએ ખાસ દિવ્યાંગ બાળકો માટે પંતગોત્સવનું આયોજન કર્યું હતું.દિવ્યાંગ બાળકો માટે રાખવામાં આવેલા પંતગોત્સવમાં 120 દિવ્યાંગ બાળકોએ ભાગ લીઘો હતો.દિવ્યાંગ બાળકો સામાન્ય બાળકની જેમ દરેક ઉત્સવની ઉજવણી કરે તે માટે ખાસ પંતગોત્સવનું આયોજન કરાયું હતું.

દિવ્યાંગ બાળકોએ અવનવી ડિઝાઈનની પતંગ ચગાવી મજા કરી હતી.તેમજ એકબીજાની પતંગ કાપી લપેટ લપેટની બુમો પાડી હતી.મહત્વની વાત છે કે ઉત્તરાયણ તહેવારની સામાન્ય લોકો હર્ષોઉલ્લાસથી ઉજવણી કરતા હોય છે ત્યારે દિવ્યાંગ બાળકોએ પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી સામાન્ય બાળક હોવાનો થોડાક સમય માટે અહેસાસ કર્યો હતો.

વડોદરાઃદિવ્યાંગ બાળકોએ અવનવા પતંગથી આકાશ બનાવ્યું રંગબેરંગી

પતંગ ચગાવતા દિવ્યાંગ બાળકોના ચહેરા પર ગજબનું સ્મિત જોવા મળ્યું હતું.દિવ્યાંગ બાળકોની સાથો સાથ સામાન્ય વિધાર્થી અને શિક્ષકોએ પણ પતંગ ચગાવીને ઉજવણી કરી હતી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર