વડોદરાઃશાળામાં શોર્ટ સર્કિટથી આગ,2000વિદ્યાર્થીઓને બચાવવા જહેમત

Mar 28, 2017 03:33 PM IST | Updated on: Mar 28, 2017 03:33 PM IST

વડોદરાઃશહેરના લક્ષ્મીપુરા રોડ પર સી.કે.પ્રજાપતિ વિધાલયમાં શાળા ચાલુ થવાના સમયે જ એકાએક ત્રીજા માળે સાયન્સના વર્ગમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.સાયન્સના વર્ગમાં વિધાર્થી હતા તે જ સમયે એસીમાં શોર્ટ સર્કિટ થયો હતો.જેથી આગ ફાટી નીકળી હતી.આગ લાગતાની સાથે જ સમગ્ર શાળાને ખાલી કરાઈ દેવાઈ હતી.ફાયર બ્રિગેડના અધિકારીઓએ શાળામાં પહોચી જઈ આગને કાબુમાં લીધી હતી.

શાળામાં આગ લાગી તે સમયે 2000 થી વધુ વિધાર્થીઓ હાજર હતા.આગ લાગવાના સમાચાર મળતાની સાથે જ શાળામાં વાલીઓ દોડી આવ્યા હતા.વાલીઓ અને વિધાર્થીઓમાં ભારે ભય જોવા મળી રહ્યો હતો.આગ લાગવાના કારણે શાળાના સંચાલકોએ રજા જાહેર કરી હતી.

આગના કારણે સાયન્સના વર્ગખંડની બારી બારણાં, બેંચ અને પંખો બળીને ખાખ થઈ ગયો હતો.ત્યારે સદનસીબે શાળામાં વિધાર્થીઓ હોવા છતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બનતા તમામ લોકોએ શાંતિનો હાશકારો લીધો હતો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર