વડોદરા કોર્પોરેશનના ઠાલા વચનો...ગત બજેટમાં જાહેરાત કરી,બ્રીજ હજુ પણ નથી બન્યા

Feb 02, 2017 07:30 PM IST | Updated on: Feb 02, 2017 07:30 PM IST

વડોદરાઃવડોદરા કોર્પોરેશનના સત્તાધીશોએ ગત વર્ષના બજેટમાં શહેરમાં બે બ્રીજ બનાવાની જાહેરાત કરી હતી.પરંતુ બંન્ને બ્રીજ બનાવાની કામગીરી હજી સુધી શરૂ ન થતા કોર્પોરેશનની જાહેરાતો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે.

વડોદરામાં વધતી ટ્રાફીકની સમસ્યાને દુર કરવા માટે કોર્પોરેશનના સત્તાધીશોએ ગેંડાસર્કલથી મનીષા ચોકડી અને દાંડીયાબજારથી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર સુધી બે ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત કરી હતી.વર્ષ 2016-17ના બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે બ્રીજ બનાવાનું વચન શહેરીજનોને સત્તાધીશોએ આપ્યું હતું.

વડોદરા કોર્પોરેશનના ઠાલા વચનો...ગત બજેટમાં જાહેરાત કરી,બ્રીજ હજુ પણ નથી બન્યા

પરંતુ આ બંન્ને બ્રીજ બનવાની વાત તો દુર હજી સુધી તેની કામગીરી પણ સત્તાધીશોએ શરૂ કરી નથી.જેના કારણે ટ્રાફીકની સમસ્યા ઘટવાના બદલે દિનપ્રતિદિન વધી રહી છે.કોર્પોરેશનના સત્તાધીશોએ બજેટમાં કરેલી જાહેરાતનો અમલ ન થતા કોર્પોરેશનના વિપક્ષ નેતા બજેટને જ બોગસ ગણાવે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર