બેંકમાં ભીષણ આગ લાગતા દસ્તાવેજો ખાખ,સ્ટોરરૂમમાં કેસ સલામત

Jan 30, 2017 08:28 PM IST | Updated on: Jan 30, 2017 08:28 PM IST

છોટા ઉદેપુરઃછોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રંગપુર ખાતે આવેલ યુનિયન બેંકમાં આજે અચાનક આગ લાગી હતી. આગને કારણે બેન્કની તમામ સામગ્રી બળીને ખાખબની ગઇ હતીત કમ્પ્યુટર સહિતની સામગ્રી તેમ જ મહત્વના દસ્તાવેજો પણ નાશ પામ્યા હતા.

benk aag cht1

બેંકમાં ભીષણ આગ લાગતા દસ્તાવેજો ખાખ,સ્ટોરરૂમમાં કેસ સલામત

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રંગપુર આશ્રમ ખાતે આવેલ યુનિયન બેંક ઓફ ઈંડીયાની શાખામા લાગેલી આગને મહા મહેનતે ફાયર બ્રીગેડના જવાનોએ કાબુમા લીધી હતી, જોકે આગને કારણે બેંકની અંદર આવેલ એ ટી એમ મશીન  સહિત બેંકના ચાર કોમ્પ્યુટર પ્રીંટર અને અન્ય ફર્નીચર તેમજ તમામ ડોક્યુમેંટ બળીને ખાક થઈ ગયા હતા.

એટીએમ મશીનમા કેશ ન હતી. જ્યારે  સ્ટ્રોંગરુમમા મુકેલ કેશ સલામત હોવાનુ અને આગ લાગવા પાછળનુ ચોક્કસ કારણ હજુ જાણી શકાયુ નથી. તેમજ આગને કારણે થયેલ નુકશાનની ચોક્કસ ગણતરી પણ કરી શકાઈ નથીતેમ બેંક મેનેજરે જણાવ્યુ હતુ.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર