દાહોદઃઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર સહિત 3 જણા 8 લાખની લાંચ લેતા ઝડપ્યા

Mar 20, 2017 02:29 PM IST | Updated on: Mar 20, 2017 03:57 PM IST

દાહોદમાં ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર સહિત 3 લાંચના છટકામાં સપડાયા છે. ACBએ ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર સહિત 3ને 8 લાખની લાંચ લેતા ઝડપ્યા છે. રૂ. 65 લાખની લાંચ માગી હતી.ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર-મિડલ મેન ટ્રેપ દરમિયાન ફરાર થયો છે.એક ચાર્ટડ એકાઉન્ટન્ટ અને મિડલ મેન પણ સકંજામાં છે.7 લાખનો પહેલો હપ્તો ચૂકવાઈ ગયો હતો. જો કે હવે આ લાંચ લેવી ઇન્સપેક્ટરને ભારે પડી શકે છે.

જીલ્લાના લીમડી ખાતે એક પેટ્રોલપમ્પ ઉપર તાજેતરમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમા નાણાકીય વ્યવહારો જમીનના દસ્તાવેજો જેવી બાબતોમા હેરાનગતિ નહિ કરવા જેવી બાબતોને લઈને આવકવેરા અધિકારી દિનેશ મીણા તથા ચાર્ટર્ડ એકાઉન્ટંંટ ભરત અગ્રવાલે ભેગા મળી રૂ ૬૫ લાખની લાંચની માંગણી કરી હતી. જે પેટે પ્રથમ હપ્તો ૧૧ માર્ચના રોજ ચુકવાઈ ગયો હતો. જ્યારે બીજો હપ્તો ગઈકાલે રૂ.૮ લાખ આપવાન હતા ત્યારે ACB એ છટકુ ગોઠવ્યુ હતુ.

જેમા આવકવેરા અધિકારી , ચાર્ટર્ડ એકાઉન્ટંંટ તેમજ અન્ય એક ખાનગી ઈસમ રૂ ૮ લાખ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તક નો લાભ લઈ આવકવેરા અધિકારી દિનેશ મીણા તથા ખાનગી ઈસમ રૂ ૮ લાખ લઈને ફરાર થઈ ગયા હતા. જયારે CA ભરત અગ્રવાલ ઝડપાઇ જવા પામ્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર