બરોડા કિક્રેટ કંટ્રોલ બોર્ડમાં બે વિકેટ પડી, ચિરાયુ અમીન અને જીતેન્દ્ર પટેલે આપ્યા રાજીનામા

Jan 05, 2017 12:35 PM IST | Updated on: Jan 05, 2017 12:36 PM IST

વડોદરા #લોઢા કમિટીની ભલામણો સ્વીકારવા મામલે સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં વિકેટો પડવી શરૂ થઇ ગયું છે. બીસીએના ઉપપ્રમુખ ડો.જીતેન્દ્ર પટેલ અને મેનેજિંગ કમિટીના સભ્ય પદેથી ચિરાયુ અમીને રાજીનામા આપી દેતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જોકે બીસીએ પ્રમુખના રાજીનામાને લઇને મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા લોઢા કમિટીની ભલામણોનો અમલ કરવામાં કરાતા ઠાગાઠૈગા મામલે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સેક્રેટરી શિર્કેને પદ પરથી દુર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના કડક વલણને પગલે અન્ય ક્રિકેટ એસોસિએશનોમાં પણ ફફડાટ ફેલાયો છે. દેશના તમામ ક્રિકેટ એસોસિએશનોને કોર્ટે લોઢા કમિટીની ભલામણોનો તાત્કાલિક અસરથી અમલ કરવા તાકીદ કરી છે. આ સંજોગોમાં બરોડો ક્રિકેટ એસોસિએશનમાં વિકેટ પડવી શરૂ થઇ ગઇ છે.

બરોડા કિક્રેટ કંટ્રોલ બોર્ડમાં બે વિકેટ પડી, ચિરાયુ અમીન અને જીતેન્દ્ર પટેલે આપ્યા રાજીનામા

બરોડા ક્રિકેટ એસોસિએશનના ઉપ પ્રમુખ ડો.જિતેન્દ્ર પટેલ અને મેનેજીંગ કમિટિના સભ્ય પદેથી ચિરાયૂ અમીને રાજીનામા આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે બીસીએના પ્રમુખ સમરજિતસિંહ ગાયકવાડ અને પૂર્વ સેક્રેટરી સંજય પટેલના રાજીનામાને લઇને મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર