લગ્નમાં ગયેલા બે પિતરાઇ લાપતા, એકની કુવામાંથી લાશ મળી

Mar 06, 2017 09:00 PM IST | Updated on: Mar 06, 2017 09:00 PM IST

છોટા ઉદેપુરઃ પાવીજેતપુર તાલુકાના શિહોદગામના બે યુવાનો લગ્ન જવાનુ કહી નીક્ળ્યા બાદ બીજા દીવસે એક યુવકનો મૃતદેહ કુવામાથી મળી આવ્યો જ્યારે બીજો હજુ લાપતા છે.

પાવેજેતપુર તાલુકાના શિહોદ ગામ ના બે પિતરાઇ ભાઈઓ ગત ગુરુવારે સાંજે બાઈક લઈ પાલીયા ગામે લગ્ન પ્રસંગમા ગયા હતા. આ બંને પિતરાઇ ભાઈઓ રાહુલ ઉદેસિંહ રાઠવા અને દિલીપ અમરસિંહ રાઠવા બીજા દિવસે પણ પરત ન આવતા પરિવારજનોએ તેઓની શોધખોળ આદરી હતી. જોકે તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો પરંતુ બપોરના સમયે પાવીજેતપુર વનકુટીર પાસેના એક ખેતર માથી તેમની બાઈક અકસ્માત ગ્રસ્ત હાલત મા મળી આવી જેની જાણ પોલીસ ને કરાઈ હતી.

લગ્નમાં ગયેલા બે પિતરાઇ લાપતા, એકની કુવામાંથી લાશ મળી

દરમિયાન એજ ખેતર નજીક આવેલ એક કૂવામાથી રાહુલ રાઠવાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જ્યારે રાહુલ સાથે ગયેલ તેનો કૌટુંબીક ભાઈ દીલીપ લાપતા બન્યો હતો. ઘટનાને લઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. લગ્ન પ્રસંગમાથી પરત ફર્યા બાદ બનેલી આ ઘટનામા પોલીસને મ્રુતક રાહુલ મોડીરાત્રે પાવીજેતપુરના એક પેટ્રોલ પંપના સીસીટીવી મા નજરે ચડયો હોવાનુ માલુમ પડતા પોલીસ નજીક મા આવેલા બન્ને પેટ્રોલ પંપ ઉપરના સી સી ટીવી ફુટેજ તપાસી રહી છે, જોકે હજુ પોલીસને કોઈ સફળતા મળી નથી.

સુચવેલા સમાચાર