વડોદરાઃનશામાં પોલીસ અધિકારીએ ટક્કર મારી ત્રણને કર્યા ઘાયલ, કારમાંથી મળ્યો દારૂ!

Feb 06, 2017 08:31 PM IST | Updated on: Feb 06, 2017 08:31 PM IST

વડોદરાઃફતેગંજ પંડ્યા બ્રિજ નીચે રવિવારે રાત્રે વેગનઆર ચાલક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે બે રિક્ષા અને એક ટેમ્પાને અડફેટે લઇ અકસ્માત સરજ્યો હતો.બનાવને પગલે એકત્ર થયેલા લોકોનું ટોળું વીફરેએ પહેલાં ફતેગંજ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક પોસઈની એસ.ડી.ડામોરની ધરપકડ કરી ગાડીમાંથી દારૂની બે પોટલી કબ્જે કરી હતી. પોલીસ અધીકારી બેફામ કાર હંકારતા હતા.

ગાંઘીનગર જિલ્લાનાં સાંતેજમાં પોલીસ સબ ઇન્સપેકટર તરીકે ફરજ બજાવતા એસ,ડી ડામોર હાલ સીક લીવ પર છે અને તેઓ વડોદરાનાં મકરપુરા વિસ્તારમાં રહે છે.રાત્રે પંડ્યાબ્રીજ નીચે અકસ્માતની વણઝાર સર્જનાર પોસઇ ને ગાડીમાંથી બહાર કાઢવા માટે તેના તરફ ધસી ગયેલા લોક ટોળાએ તેને જોતજ અટકી ગયુ હતુ. દારૂની ગંધ વચ્ચે તેના બંન્ને પગે ફેકચર જેવી ઇજા થયેલી હતી. અગાઉ સર્જાયેલા અક્સમાત કે અન્ય બનાવને પગલે પહેલેથીજ ઇજાગ્રસ્ત અને પગે પાટો બાંધેલી હાલતમાં હાલતમાં જોતા સ્થાનિકોએ પોલીસ ને જાણ કરી હતી.

વડોદરાઃનશામાં પોલીસ અધિકારીએ ટક્કર મારી ત્રણને કર્યા ઘાયલ, કારમાંથી મળ્યો દારૂ!

સુચવેલા સમાચાર