દબાણનું મકાન તોડી પાડતા મહિલાનો આપઘાતનો પ્રયાસ

May 08, 2017 06:55 PM IST | Updated on: May 08, 2017 06:55 PM IST

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંધી ગામમાં નગરપાલિકાની દબાણ શાખાની ટીમ મકાનોના દબાણ તોડવા ગઈ હતી તે દરમિયાન એક મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી.પાદરાના સાધી ગામમાં વનકરવાસ અને રોહિતવાસને જોડતા રસ્તા પર બાંધેલા દબાણો તોડવાનો નગરપાલિકાએ કાર્યક્રમ બનાવ્યો હતો.

દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડવા ગઈ હતી તે દરમિયાન વણકરવાસમાં રહેતી કેટલીક મહિલાઓએ ભારે હોબાળો કર્યો હતો.જેમાંથી એક મહિલાએ કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ હતી.ઘટનાસ્થળ પર હાજર મહિલા પોલીસે તુરંત જ આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને બચાવી તેની અટકાયત કરી હતી.ત્યારબાદ દબાણ શાખાની ટીમે તમામ દબાણો તોડી રસ્તો ખુલ્લો કર્યો હતો.

દબાણનું મકાન તોડી પાડતા મહિલાનો આપઘાતનો પ્રયાસ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર