પારૂલ યુનિવર્સિર્ટીના વિદ્યાર્થીનો આપઘાત,મોબાઇલ ન વાપરવા પરિવારે કરી હતી ટકોર

Apr 26, 2017 12:24 PM IST | Updated on: Apr 26, 2017 12:24 PM IST

વડોદરાના વાઘોડિયા નજીક આવેલી પારૂલ યુનિવર્સીટીના વિધાર્થીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.મૂળ કેશોદના બાલાગામનો વતની અને વાઘોડીયાના મીના પાર્કમાં રહેનાર વિધાર્થી મહમ્મદ હાફીઝ અબ્દુલ ગત્તારએ ગત મોડીરાત્રે પોતાના ઘરે એકલતાનો લાભ લઈ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું હતું.

મહમ્મદ હાફીઝ પારૂલ યુનિવર્સીટીમાં ડિપ્લોમાં મિકેનીકલ એન્જિનિયરના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો.વાઘોડીયા પોલીસને એક સુસાઈડ નોટ મળી છે.જેમાં મૃતક મહમ્મદે પોતાના આપઘાત માટે કોઈ જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.

પારૂલ યુનિવર્સિર્ટીના વિદ્યાર્થીનો આપઘાત,મોબાઇલ ન વાપરવા પરિવારે કરી હતી ટકોર

મહમ્મદના મોટાભાઈએ પોલીસને નિવેદન આપતા કહ્યું કે મહમ્મદને તેના માતા પિતાએ પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન ન વાપરવા માટે ટકોર કરી હતી.જેના કારણે તેને લાગી આવતા આપઘાત કર્યો હોઈ શકે.વાઘોડીયા પોલીસે મૃતક મહમ્મદ હાફીઝનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર