પારૂલ યુનિ.માં ભારતીય-અફઘાન વિદ્યાર્થીઓની મારામારીમાં 11ની ધરપકડ

Feb 06, 2017 04:13 PM IST | Updated on: Feb 06, 2017 04:45 PM IST

વડોદરાઃ પારૂલ યુનિવર્સિટીમાં ગઇકાલે મોડી ભારતીય-અફઘાની વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના બનાવ બન્યા હતા. જેમાં આજે સવારથી જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અને 11 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે અથડામણ થઇ હતી.8 અફઘાની સહિત 11 વિદ્યાર્થીઓની અટકાયત કરીવાઘોડિયા પોલીસ સ્ટેશન લવાયા છે.

વિદેશી વિદ્યાર્થીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.વાઘોડીયા પોલીસ વિદેશી એમ્બેસીને જાણ કરશે.અન્ય વિદ્યાર્થીઓની પણ ધરપકડની કાર્યવાહી શરૂ કરાઇ છે.ભારતીય વિધાર્થીઓએ અફઘાની વિધાર્થીઓ સામે હત્યાના પ્રયાસની ફરીયાદ નોંધાવી છે.જયારે અફઘાની વિધાર્થીઓએ ભારતીય વિધાર્થીઓ સામે રાયોટિંગની ફરીયાદ નોંધાવી છે.પોલીસે બંન્ને ફરીયાદના આધારે 11 વિધાર્થીઓની ધરપકડ કરી છે.

પારૂલ યુનિ.માં ભારતીય-અફઘાન વિદ્યાર્થીઓની મારામારીમાં 11ની ધરપકડ

parul maramari3

વાઘોડિયા ખાતે આવેલી પારૂલ યુનિવર્સીટીમાં રવિવારે રાત્રે અફઘાની અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે સામે જોવા જેવી નજીવી બાબતે થયેલી બાલોચાલીનો ઉગ્ર પડઘો પડ્યો હતો. બંન્ને વિદ્યાર્થી ગુપ વચ્ચે થયેલી મારામારીમાં અંદાજે 22 વિદ્યાર્થીઓેને ઇજા પહોંચી હતી.

બનાવને પગલે વાઘોડિયા સહીત અન્ય પોલીસ મથકની પોલીસને કેમ્પસ ખાતે ખડકી દેવામાં આવી હતી. યુનિવર્સીટી સત્તાધિશો દ્વારા કેમ્પસને અને હોસ્પિટલને તાળાબંધી કરી હતા.

પારૂલ યુનિવર્સીટીમાં ભણતા વિદેશી વિદેશી વિદ્યાર્થીઓ પૈકી અફઘાનીસ્તાનથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ અને ભારતના વિદ્યાર્થીઓ વચ્ચે હોસ્ટેલ કેમ્પસમાં અવાર નવાર ચકમક ઝરતી હતી. આજે નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હોસ્ટેલ કેમ્પસ સમરાંગણમાં ફેરવાયું હતું. અંદાજે 2000 વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારીમાં વિદેશી વિદ્યાર્થીને અને અન્ય 22 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા 1 વિદ્યાથીને પારૂલના સેવાશ્રમ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. બનાવઅંગે જાણ થતા વાઘોડિયા પોલીસ મથક સહીત જીલ્લાની અન્ય પોલીસ કુમકને પણ બોલાવી લેવાઈ હતી.

ઈજાગ્રસ્તોની યાદી

અફધાની યુવાનો

વહાદત મોહંમદ,

નકીબુલ્લાહ અકઝાઈ,

રસીદમોહંમદ હુસેન

આમીર યમરાક,

ઉમેદ શેકબ

ભારતીય યુવાનો

રવિ જોષી, સુભમ બોરાટ, પાર્થ બોરાટ, હેમાંગ ભાવસાર, હિતેશ પટેલ અને આદર્શ મિશ્રા ,પારૂલ યુનિવર્સીટી ખાતે આજે રાત્રે થયેલી માર મારી બાદ ઇજાગ્રસ્ત યુવાનોની સારવાર માટે આવેલા ઓર્થાપેડિક ડોકટરને પણ જવા દેવામાં આવ્યા નહોતા.

પારૂલ યુનિ.માં વિદ્યાર્થીઓ વચ્ચે જૂથ અથડામણનો મામલો

IBએ સમગ્ર મામલે માહિતી મેળવવાની કરી શરૂઆત

વિદેશી વિદ્યાર્થીઓનો મામલો હોવાથી IB બન્યું સક્રિય

પારૂલ યુનિ.ના વિદેશી હોસ્ટેલ કેમ્પસના દરવાજા પર હજુ પણ તાળા

વિદેશી વિદ્યાર્થીઓને ભારતીય વિદ્યાર્થીઓ હુમલો કરશે તેવો છે ભય

પારૂલ યુનિ.માં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

વિદેશી અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે થઈ હતી જૂથ અથડામણ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર