મારામારીમાં સંડોવાયેલા પારૂલ યુનિવર્સિટીના 4વિદેશી,2ભારતીય વિદ્યાર્થીની હકાલપટ્ટી

Feb 18, 2017 02:46 PM IST | Updated on: Feb 18, 2017 03:23 PM IST

વડોદરાઃવડોદરાના વાઘોડીયા તાલુકામાં આવેલી પારૂલ યુનિવર્સીટીમાં તાજેતરમાં જ અફઘાની સહિતના વિદેશી વિદ્યાર્થી જૂથ અને ભારતીય વિદ્યાર્થીના જૂથ વચ્ચે મારામારી થવા પામી હતી. જેમાં તપાસને અંતે સત્તાધીશોએ મારામારીમાં સંડોવાયેલા ચાર વિદેશી અને 2 ભારતીય છાત્રોને કાઢી મુક્યા છે.

જયારે બે ભારતીય વિદ્યાર્થીઓને 15 દિવસ અને અન્ય બે ભારતીય વિધાર્થીઓને એક સેમેસ્ટર માટે સસ્પેન્ડ કર્યા છે.ઉલ્લેખનીય છે કે વિધાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના મામલે યુનિવર્સીટીએ એક તપાસ સમિતિની રચના કરી હતી.જેને તપાસ કરી રિપોર્ટ સુપરત કરતા યુનિવર્સીટીએ વિધાર્થીઓ સામે પગલાં લીધા છે.

મારામારીમાં સંડોવાયેલા પારૂલ યુનિવર્સિટીના 4વિદેશી,2ભારતીય વિદ્યાર્થીની હકાલપટ્ટી

ફાઇલ તસવીર

 

સુચવેલા સમાચાર