વડોદરા:પાદરાની મંદબુદ્ધીની બાળકી સાથે દુષ્કર્મ

Feb 08, 2017 12:05 PM IST | Updated on: Feb 08, 2017 12:05 PM IST

વડોદરાઃવડોદરાના પાદરા તાલુકામાં મંદ બુધ્ધિની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હોવાની ફરીયાદ પાદરા પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે.વડોદરાના પાદરા તાલુકામાં આવેલા ચોકારી ગામમાં 10 વર્ષની મંદ બુધ્ધિની બાળકી તેના અસ્થિર મગજના માતા પિતા સાથે રહે છે.ગઈકાલ રાત્રે બાળકી તેના ઘરમાં સુતી હતી તે સમયે કોઈ અજાણ્યા હવસખોર ઈસમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

બાળકી સાથે દુષ્કર્મ આચરી હવસખોર અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો.બાળકી રડતી હોવાથી તેના પાડોશીને શંકા જતા તેને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.બાળકીના માતા પિતા અસ્થિર મગજના હોવાથી તેના પાડોશીએ પાદરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.

વડોદરા:પાદરાની મંદબુદ્ધીની બાળકી સાથે દુષ્કર્મ

પોલીસ ભોગ બનનાર બાળકીને પાદરાના વડુ ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી.જયાંથી તેને મેડીકલ તપાસ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લવાઈ હતી.સયાજી હોસ્પિટલમાં બાળકીના મેડીકલ રિપોર્ટ લેવામાં આવ્યા હતા.જયાં બાળકીના માતા પિતા સહિત ગ્રામજનો પણ આવ્યા હતા.પોલીસે બાળકી પર થયેલા દુષ્કર્મની ફરીયાદને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર