વડોદરા શિક્ષણ સમિતિની અધ્યક્ષ તરીકે મીના પરમારની વરણી

Jan 16, 2017 01:55 PM IST | Updated on: Jan 16, 2017 01:55 PM IST

વડોદરાઃવડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે આજે ચૂંટણી યોજાઈ હતી.પ્રદેશ ભાજપમાંથી શહેર ભાજપ પ્રમુખ અને મેયર મેન્ડેટ લઈને શિક્ષણ સમિતિની કચેરીએ આવ્યા ત્યારબાદ અધ્યક્ષ તરીકે મીનાબા પરમાર અને ઉપાધ્યક્ષ તરીકે મુકેશ દીક્ષીતના નામોની જાહેરાત કરાઈ હતી.

જેના પગલે કોગ્રેસ અને આરએસપીના સભ્યોએ વિરોધ કરી વોકઆઉટ કર્યો હતો.મહત્વની વાત છે કે વડોદરા શિક્ષણ સમિતિમાં કુલ 15 સભ્યોમાંથી 12 સભ્યો ભાજપના છે જયારે કોગ્રેસ અને આરએસપીના એક એક સભ્યો છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી છેલ્લા ત્રણ માસથી ભાજપના આંતરિક ડઘાના કારણે ઘોંચમાં પડી હતી.જેના કારણે કોગ્રેસ અને આરએસપીના સભ્યોએ હંગામો મચાવ્યો હતો.

વડોદરા શિક્ષણ સમિતિની અધ્યક્ષ તરીકે મીના પરમારની વરણી

નવનિયુકત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને શિક્ષણ સમિતિના સભ્યો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.તેમજ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંન્નેએ ચાર્જ સંભાળી પ્રથમ બેઠક બોલાવી હતી.અધ્યક્ષ મીનાબા પરમારે શિક્ષણના સ્તર સુધારવા અને બાળકોના આહાર પર ધ્યાન આપવાનું આશ્વાસન આપ્યું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર