વડોદરાઃતસ્કરોનો પ્રતિકાર કરતા રહીશોના પથ્થરમારામાં માથા ફુટ્યા

Jan 22, 2017 04:06 PM IST | Updated on: Jan 22, 2017 04:06 PM IST

વડોદરાઃમાંજલપુરના સાનિધ્ય ડુપ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યા હતા.8 તસ્કરો મોડી રાત્રે માંજલપુરના સાનિધ્ય ડુપ્લેક્ષમાં ત્રાટક્યા હતા. તસ્કરોનો પ્રતિકાર કરતા રહીશો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક રહીશોને ઇજા પહોચી હતી.

8 તસ્કરો અને ડુપ્લેક્ષના રહીશો વચ્ચે સામ-સામે પથ્થરમારો ગઇકાલે થયો હતો.પથ્થરમારામાં ડુપ્લેક્ષના કુલ 5 રહીશો ઈજાગ્રસ્ત થયા છે. ડુપ્લેક્ષના 5 રહીશોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.8 તસ્કરોમાંથી 7 ફરાર, 1 તસ્કરને ઝડપી લેવાયો છે.માંજલપુર પોલીસે 1 તસ્કરને ઝડપી વધુ કાર્યવાહી આરંભી છે.માંજલપુરમાં છેલ્લા કેટલાય સમયથી તસ્કરોનો ત્રાસ વધી ગયો છે.

વડોદરાઃતસ્કરોનો પ્રતિકાર કરતા રહીશોના પથ્થરમારામાં માથા ફુટ્યા

સુચવેલા સમાચાર