લીમખેડાના ધારાસભ્યના યુવાન પુત્રના આપઘાતથી ચકચાર, ઘરમાં જ લગાવ્યો ફાંસો

Jan 03, 2017 11:10 AM IST | Updated on: Jan 03, 2017 11:10 AM IST

દાહોદ #લીમખેડાના ભાજપના ધારાસભ્યના યુવાન પુત્રએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દાહોદના લીમખેડાના ધારાસભ્ય વિછીયા ભુરીયાના પુત્ર હરિકૃષ્ણ ભુરીયાએ ગત રાતે પોતાના જ ઘરમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતાં શોકનો સન્નાટો વ્યાપી ગયો છે.

30 વર્ષિય યુવાન પુત્રની આત્મહત્યાને લઇને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે તો બીજી તરફ આત્મહત્યાને લઇને અનેક તર્કવિર્તકો ઉઠવા પામ્યા છે. જોકે આ મામલે જાણવા મળેલી વિગત અનુસાર યુવાન ભાઇના અકસ્માતે મોતના આઘાતને પગલે હરિકૃષ્ણએ પણ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અહીં નોંધનિય છે કે, પખવાડિયા અગાઉ મધ્યપ્રદેશમાં એક માર્ગ અકસ્માતમાં ધારાસભ્ય વિછીયા ભુરીયાના મોટા પુત્રનું મોત નીપજ્યું હતું. ટૂંકા ગાળામાં બીજા પુત્રનું મોત થતાં ભુરીયા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર