વડોદરાઃઅભદ્ર ઉચ્ચારણ કરનારા પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહીની વકીલોની માંગણી

Feb 21, 2017 08:37 PM IST | Updated on: Feb 21, 2017 08:37 PM IST

વડોદરાઃશહેરના રાવપુરા પોલીસ સ્ટેશનના એક ના પોલીસ કોન્ટેબલ દ્વારા વકીલો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ સાથે વડોદરા વકીલ મંડળે આજે પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ વકિલોએ કોર્ટ પાસે દેખાવો કરી પોલીસ સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

અને આજે વકિલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહી વિરોધ નોધાવ્યો હતો. વકિલ મંડળે ચિમિક પણ ઉચ્ચારી છે કે જો પોલીસ કોન્ટેબલ સામે કાર્યવાહી નહી કરવામાં આવે તો વકિલ મંડળ ઉગ્ર આંદોલન કરશે. વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહેતા અનેક અસીલોને હાલાકી ભોગવવી પડી હતી. તેમજ મુદ્દતમાં સુનાવણીઓ અટકી હતી.

વડોદરાઃઅભદ્ર ઉચ્ચારણ કરનારા પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહીની વકીલોની માંગણી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર