છોટાઉદેપુરઃજનેતાએ પોતાની જ બે દીકરીને જીવતી સળગાવી,પડોશીઓ દોડી આવતા જીવ બચ્યો

Jan 18, 2017 09:41 AM IST | Updated on: Jan 18, 2017 09:41 AM IST

છોટા ઉદેપુરઃછોટાઉદેપુરના કોલિયાથર ગામમા જનેતાએ પોતાની બે બાળકીઓને સળગાવી દેવાનો પ્રયાસ કરતા આવી માતા પર ચારેબાજુથી ફિટકાર વરસી રહ્યો છે.બંને બાળકીઓ ગંભીર રીતે દાઝી ગઇ હોવાથી 108 દ્વારા છોટાઉદેપુર હોસ્પિટલ ખસેડાઇ છે.

છોટાઉદેપુર ના કોલિયાથર ગામના ઢોકલીયાભાઈ રાઠવાના ચાર સંતાનો પૈકીની એક દોઢ વર્ષની ભણતી બેન અને એક ત્રણ વર્ષની સનીબેન નામની બે બાળકીઓને તેમની સગી માતાએ આજે સાંજે ઘરમા તેમના ઉપર ગોદડા નાખી સળગાવી દીધા હતા. ભડ ભડ ગોદડા સળગતા જોઈ આસ્પાસ થી દોડી આવેલા લોકોએ આગને ઓલવવાનો પ્રયત્ન કરતા ગોદડા નીચીથી બે બાળકી ગંભીર રીતે દઝાયેલી જોવા મળી હતી.

છોટાઉદેપુરઃજનેતાએ પોતાની જ બે દીકરીને જીવતી સળગાવી,પડોશીઓ દોડી આવતા જીવ બચ્યો

જેઓને 108 દ્વારા છોટાઉદેપુરના એક ખાનગી દવાખાને લાવવામા આવી હતી. બંને બાળકીઓના પિતાએ તેની પત્નિ માનસિક અસ્થિર હોવાંથી આ પગલુ ભર્યુ હોવાનુ જણાવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર