સાવલીના ખોખર ગામે દંપતિનો પંખે લટકી આપઘાત,બે પુત્રીઓ નોધારી બની

Jan 19, 2017 06:42 PM IST | Updated on: Jan 19, 2017 06:42 PM IST

વડોદરાઃવડોદરા જિલ્લાનાં સાવલી તાલુકાનાં ખોખર ગામે જી.આઈ. ડી.સી.માં નોકરી કરતા અને બે માસુમ દીકરીઓના પિતા રાકેશ પરમાર અને પત્ની કોમલબેનએ પંખે લટકી જઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતાં ખોખર પંથક માં અરેરાટી વ્યાપી ગઈ હતી.

શ્રમજીવી પરિવારના ખોખર ગામ નજીક આવેલી જી.આઈ.ડી.સી.માં આવેલી ખાનગી કંપનીમા નોકરી કરી ગુજરાન ચલાવતા હતા.૨૬ વર્ષીય રાકેશભાઈ બાબરભાઈ પરમાર અને પત્ની કોમલબેનએ પાંચ વર્ષીય દીકરી માનશી અને ત્રણ વર્ષીય આરુચિને નોધારી બનાવી છે. અગમ્ય કારણોસર પંખે લટકી ગળેફાશો ખાઈ આત્મહત્યા કરતા સમગ્રપંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ઘરી આગળની તપાસ શરૂ કરી છે.

સાવલીના ખોખર ગામે દંપતિનો પંખે લટકી આપઘાત,બે પુત્રીઓ નોધારી બની

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર