ખેડાઃબોર્ડની પરિક્ષા આપવા આવેલી બે ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા

Mar 19, 2017 09:48 AM IST | Updated on: Mar 19, 2017 09:48 AM IST

ખેડા : ખેડાજીલ્લા હાલ ચાલી રહેલ એસએસસી અને એચએસસીની પરીક્ષામાં છેલ્લા 24 કલાક માં બે અલગ અલગ સ્થળો એ ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાયા છે.ગઈકાલે નડીઆદની સેન્ટ મેરી સ્કૂલ ખાતે ધોરણ 10 એસએસસીની પરીક્ષા માં એક ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો ઝડપાયો, જયારે બીજી ઘટના માં ખેડા શહેરની એચએનડી પારેખ હાઈસ્કૂલ ખાતે પિતરાઈ ભાઈની જગ્યા એ પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે.

ખેડાઃબોર્ડની પરિક્ષા આપવા આવેલી બે ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા

12 એચએસસીની પરીક્ષાનું સેક્રેટરિયલ પ્રેક્ટિસનું પેપર આપતો રણજીતસિંહ ગોહેલ વર્ગ નિરીક્ષકને તેની પરીક્ષા પ્રવેશની રિસીપટ શંકાસ્પદ લગતા પૂછપરછ કરતા રણજીતસિંહ પોતે તેના પિતરાઈ ભાઈ વિષ્ણુ ગોહેલની બદલી માં ડમી તરીકે પરીક્ષા આપતો હોવાનું કબૂલાત કરી હતી. શાળા સંચાલકે ડમી પરીક્ષાર્થીને ખેડા ટાઉન પોલીસને સોંપી દીધો હતો.

 

સુચવેલા સમાચાર