પંચમહાલઃજીપ પલટતા પોલિટેકનીકની 4વિદ્યાર્થીઓ સહિત 6ના મોત

Apr 02, 2017 02:41 PM IST | Updated on: Apr 02, 2017 02:41 PM IST

પંચમહાલના ઘોઘમ્બાના રૂપારેલ પાસે આજે વહેલી સવારે ઝાલોદ મહિલા પોલિટેક્નિકની વિદ્યાર્થીનીઓની તુફાન જીપ પલ્ટી જતા 3 વિદ્યાર્થીનીઓ અને ડ્રાયવર સહીત 5 વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા. તેમજ એક વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક છ પર પહોચ્યો છે. જયારે આ ગમખ્વાર ઘટનામાં અન્ય ૧૫ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઇ હતી.જેને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગોધરા સિવિલમાં સારવાર હેઠળ રહેલ તમામની તબિયત સારવાર બાદ ડોકટરો દ્વારા સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.દાહોદ જિલ્લાના ઝાલોદ ની મહિલા પોલિટેકનિકની વિદ્યાર્થીનીઓની જીપ બારડોલી ખાતે સાંસ્કૃતિક કાર્યક્મ બાદ પરત ફરી રહી હતી.તે દરમ્યાન ઘટના બનવા પામી હતી.જેમાં વહેલી સવારે ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ ઝાડ સાથે અથડાઈ પલ્ટી ખાતી ગઈ હતી.

પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત

ઘોઘંબાના રૂપારેલ ગામ પાસે તુફાન જીપ પલટતા અકસ્માત

વધુ એક વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત

કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો

ઝાલોદ મહિલા પોલિટેકનીકની વિદ્યાર્થિનીઓને નડ્યો અકસ્માત

બારડોલી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા

ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

સુચવેલા સમાચાર